મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત


SHARE







મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા ઢુવા ગામ પાસે કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મૂળ બિહારના યુવાનની જે યુવતી સાથે સગાઈ થઈ હતી તે યુવતી તેને ગમતી ન હોય અને તે યુવતીની સાથે લગ્ન કરવાની ઈચ્છા ન હોય તે યુવાને ટેન્શનમાં આવી જઈને ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેનું મોત નિપજેલ છે.

આ બાબતે વાંકાનેર તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ઢુવા ખાતે આવેલ માટેલ રોડ ઉપરના સુઝોરા સીરામીકના લેબર કવાટરમાં રહેતા અને મૂળ તાજપુર પટખોલિયા પોસ્ટ તાજપુર થાના કેસરિયા જી.પૂર્વ ચંપારણ બિહાર ના વતની અજીતકુમાર રામઅયોધ્યા મહંતો નામના ૨૧ વર્ષના યુવાને તેના લેબર કવાટરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેનું મોત નિપજયુ હતુ.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસમાં જાણ થતા સ્ટાફના એસ.આર. ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે મૃતક અજીતકુમાર મહંતોની જે યુવતિ સાથે સગાઈ થયેલી હતી તેની સાથે ટૂંક સમયમાં લગ્ન થવાના હતા જોકે તેને તે યુવતી પસંદ ન હોય ટેન્શનના કારણે પોતાની જાતે રૂમમાં ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો.બનાવને પગલે તેના પરિવારજનોને જાણ કરવા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરાયેલ છે.

જ્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ શીતળા માતા ધાર વિસ્તારમાં રહેતા અને મૂળ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં આવેલ બરડીયા ગામના વતની નિશાંતભાઈ મથુરભાઈ જાવિયા પટેલ નામના ૩૦ વર્ષના યુવાનનું બીમારી સબબ મોત નિપજયુ હતુ.જેથી તેના ડેડબોડીને અહિંની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું.જોકે તેની સાથે કોઈ વાલીવારસ ન હોય પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને પોલીસે તપાસ ચલાવતા વાલીવારસનો પતો લાગ્યો હતો.બાદમાં મૃતકના પિતા મથુરભાઈ મોહનભાઈ જાવિયા (ઉમર ૬૦) રહે.બરડીયા તા.જામકંડોણાએ જાહેર કર્યું હતું કે તેમના પુત્ર નિશાંત જાવિયાનું બીમારી સબબ મોત થયેલ છે.હાલ બી ડિવિઝનના એ.એમ.જાપડીયા દ્વારા આ બાબતે નોંધ કરીને રાબેતા મુજબની તપાસ કરવામાં આવી હતી.

મોરબીના માળિયા ફાટક પાસે પૈસા બાબતે મારામારી

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીકના કાંતિનગર વિસ્તારમાં રમઝાનભાઈ ભટ્ટીના ઘરે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં કાસમ ગફુરભાઇ પઠાણ (૩૮) રહે.ફિરદોસ સોસાયટી સુરેન્દ્રનગરને ઇજાઓ થતા તેને અહિંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કાસમભાઇ પઠાણ તેના બનેવી રમઝાનભાઈ ભટ્ટીના ઘરે આવ્યા હતા અને પૈસા આપ્યા હતા તે પૈસા પરત માંગ્યા હતા જે બાબતે રમઝાનભાઈ ભટ્ટી અને તેના પિતાએ કાસમભાઈને ધોકા વડે માર માર્યો હોવાનું સામે આવ્યુ હતુ.હાલ આ બાબતે નોંધ કરીને બી ડિનિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાયેલ છે.

ગાળા ગામે મારામારી

મોરબી તાલુકાના ગાળા ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં જાવેદ કરીમભાઈ શેખ (૩૩) રહે.વિશાલ ફર્નિચર પાસે લક્ષ્મી સોસાયટીને ઇજાઓ થઈ હોય તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જેથી બનાવ અંગે તાલુકા પોલીસના વિજયભાઈ મિયાત્રા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના રાજપર ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ ચતુરભાઈ બોપલિયા નામના ૩૮ વર્ષના યુવાનને મોટર સાયકલ લઈને જતા સમયે જાણીતા વ્યક્તિ દ્વારા પથ્થર મારવામાં આવ્યો હતો.જેથી ઈજા પામેલા ધર્મેન્દ્રભાઈ બોપલીયાને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની તાલુકા પોલીસમાં જાણ કરાતા સ્ટાફના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.






Latest News