સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ


SHARE





મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ

 

મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ સામે આવેલ ઓમ વિવિઆઇએમ કોલેજ નીચેના ગ્રાઉન્ડમાં મારામારીનો બનાવ બન્યો હતો.તેમાં હિંદુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરી આપવાનું કહીને શરૂઆત થઈ હતી અને વાત બોલાચાલી મારામારીમાં પરિણમી હોય સામસામે ફરિયાદ નોંધાવા પામેલ છે.

ઉપરોક્ત બાબતે હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયરાજસિંહ દિગ્વિજયસિંહ જાડેજા દરબાર (૨૬) ધંધો અભ્યાસ રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી સામાકાંઠે મોરબી-૨ એ યુવરાજ ગઢવી અને સાહિલ સુમરા નામના બે યુવાનો સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, પોતે કોલેજમાં એલએલબીનો અભ્યાસ કરે છે અને ભણવાની સાથે તે વકીલાતની પ્રેક્ટિસ કરે છે જેથી કરીને સામા વાળાઓએ ફરિયાદીને હિંદુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાની વાત કરી હતી.જેની ફરિયાદીએ ના પાડતા સામેવાળાઓ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળાગાળી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા બાદ ઢીકાપાટુ વડે મૂઢ માર્યો હતો અને ઇજાઓ પહોંચાડી હતી.

જ્યારે સામેના પક્ષેથી સાહિલ દાઉદભાઈ સુમરા સંધિ (૨૩) ધંધો અભ્યાસ રહે.સોમૈયૈ સોસાયટી વાવડી રોડ મોરબી એ સામેના જયરાજસિંહ દિગ્વિજયસિંહ જાડેજા રહે.સામેકાંઠે મોરબી-૨ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, સાહેદ યુવરાજભાઈ દ્વારા આ કામના આરોપી એવા જયરાજસિંહને ઇન્ટરકાસ્ટ મેરેજ તથા ઇન્ટર રિલિજીયન મેરેજ બાબતે પૂછતા જયરાજસિંહે કહ્યુ હતુ કે હું મુસ્લિમ ધર્મના લગ્ન નથી કરાવી આપતો તેમ કહી ફરિયાદી સાહીલ તથા સાહેદ યુવરાજભાઈ સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ફરિયાદી તેમજ સાહેદ યુવરાજને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.તેમજ બંનેને ઢીકાપાટું વડે મૂઢ માર માર્યો હતો.હાલ આ બંને પક્ષેથી ફરિયાદ નોંધાતા બીટ જમાદાર વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી રહી છે.

કુહાડી વડે હુમલો

મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાસે રહેતો સુનિલભાઈ ધમાભાઈ વાઘેલા (ઉમર ૩૫) નામનો યુવાન રાત્રે ૮ વાગ્યે પોતાના ઘરે હતો.ત્યારે સામેવાળા રઘુવીર, વિક્રમ દેવાભાઈ, હિંમત વાઘેલાએ કોઈ કારણસર ઝઘડો કરીને સુનિલ ઉપર કુહાડી વડે હુમલો કરતા ઈજા પામેલા સુનિલને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા હનીફ અબાસભાઈ જેડા નામના ૩૫ વર્ષના યુવાનને માળિયા ફાટક પાસે અજાણ્યા રીક્ષા ચાલકે માર માર્યો હતો.જેથી તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના સામાકાંઠે ભીમસર નજીક આવેલ ત્રણ માળિયા પાસે રહેતા હરેશ જયંતીભાઈ કુંઢીયા નામના યુવાન ઉપર રાત્રિના બારેક વાગ્યે છરી વડે હુમલો કરીને માર મારવામાં આવ્યો હતો.જેથી તેને ઇજા પામેલ હાલતમાં સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.

યુવાન સારવારમાં

મોરબીના લાલપર ગામે રહેતો મનીષભાઈ રવજીભાઈ આંબલીયા નામનો ૩૩ વર્ષનો યુવાન મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ વિસ્તારમાં ઈંડાની લારી નજીક હતો અને ત્યાં એક મારવાડી વ્યક્તિ સાથે ઝઘડો થતા મારવાડી વ્યક્તિ તથા અન્ય એક સ્થાનિક માણસે તેને માથાના ભાગે પથ્થર મારી હાથના ભાગે વીખોડીયા ભરીને ઈજા કરી હોય મનીષભાઈને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે લાલપર ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલ કમલેશભાઈ સાધુ (૫૦) રહે.અવંતિકા માઇક્રોન લાકડધાર માટેલ રોડ વાળાને ૧૦૮ વડે અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો




Latest News