મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ


SHARE







મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળામહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને શહેર વિસ્તારમાં આવતી તમામ પ્રાથમિક શાળાઓ મહાપાલિકા હસ્તક લેવામાં આવે તેવી માંગ કરી છે

સૌરાષ્ટ્ર-ગુજરાતની તમામ મહાનગરપાલીકામાં જિલ્લા પંચાયતની પ્રાથમીક શાળા જે ચાલે છે તે મહાપાલિકા હસ્તક લઈ લીધેલી છે. હાલ મોરબીમાં વર્ષોથી બાલમંદિર બંધ થઈ ગયાં છે. કોઈ શિક્ષણ સંસ્થા ચાલતી નથી, છતાં શૈક્ષણીક ટેકસ ઉઘરાવવામાં આવે છે. હાલ ખાનગી શાળા દ્વારા ચાલતા બાલમંદિરમાં ઘણી ઉંચી ફી લેવામાં આવે છે. જે ગરીબ અને મધ્યમ વર્ગને પોસાય નહીં. એક કુટુંબમાં ત્રણ બાળકો ભણતા હોય તો ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ જાય છે. હવે સમય આવી ગયો છે કે મોરબી મહાપાલીકાની હદમાં આવતી તમામ પ્રાથમીક શાળા જે જીલ્લા પંચાયત હસ્તક ચાલે છે તે મહાપાલીકા હસ્તક લેવામાં આવે તો તેમાં બમલમંદિરની વ્યવસ્થા થઈ શકે. અને મહાપાલિકાએ નવા મકાન બનાવવાના પડે તેમજ જે-તે વિસ્તારમાં ખંઢેર હાલતમાં બાલમંદિર છે તે રીપેરીંગ કરીને ચાલી શકે તેમ છે જેથી વહેલી તકે આ વ્યવસ્થા કરવામાં આવે તો તેનો મધ્યમ, મજુર અને ગરીબ કુટુંબના બાળકોને લાભ મળી શકે તેમ છે.






Latest News