મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાંચ દિવસીય મહિલા વૃત્તીકા તાલીમ યોજાઇ


SHARE







મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાંચ દિવસીય મહિલા વૃત્તીકા તાલીમ યોજાઇ

મોરબી જિલ્લાની મહિલાઓમાં સ્વરોજગારલક્ષી કૌશલ્યનો વિકાસ થાય અને તેઓ આર્થિક રીતે પગભર બને તેવા ઉમદા આશય સાથે મોરબી નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા પાંચ દિવસીય મહિલા વૃત્તીકા તાલીમકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ કેમ્પમાં ઉપસ્થિત તાલીમાર્થી બહેનોને બાગાયતી પાકોના મૂલ્યવર્ધન અને ફળ-શાકભાજી પરિરક્ષણની આધુનિક પદ્ધતિઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

તાલીમ દરમિયાન બહેનોને ઘરઆંગણે જ રોજગારી ઊભી કરી શકાય તે માટે ગુલકંદ, કરમદાનો સ્કવોશ, કરમદાનું અથાણું, પપૈયાની ટુટીફૂટી તેમજ લીંબુનું અથાણું જેવી વિવિધ સ્વાદિષ્ટ બનાવટો તૈયાર કરવાની સચોટ તકનીકી અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ઉત્પાદનોની લાંબા સમય સુધી ગુણવત્તા જાળવવા, ઉચ્ચ સ્તરની સ્વચ્છતા રાખવા, વૈજ્ઞાનિક સંગ્રહ પદ્ધતિઓ અપનાવવા અને બજારની માપદંડ મુજબના આકર્ષક પેકિંગ સાથે વ્યવસાયિક ઉત્પાદન કરવા અંગે પણ તજજ્ઞો દ્વારા ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અવસરે ઉપસ્થિત બહેનોને બાગાયત વિભાગની વિવિધ સહાયલક્ષી અને કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી તેનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ફળ-શાકભાજીના પરિરક્ષણ થકી મહિલાઓ લઘુઉદ્યોગ વિકસાવી પોતાના પરિવાર માટે વધારાની આવકનું સર્જન કરે અને સાચા અર્થમાં આત્મનિર્ભર બને તે માટે કચેરીના અધિકારીઓ દ્વારા પ્રેરિત કરવામાં આવ્યા હતા તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.






Latest News