મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની ભરતી કરાશે


SHARE







મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની ભરતી કરાશે

મોરબી કલેક્ટર કચેરી ખાતે ૧૧ માસ માટે કરાર આધારિત કાયદા સલાહકાર’ (લીગલ એડવાઈઝર) ની ૧ જગ્યા ભરવા માટે લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યા માટે સરકારના નિયમોનુસાર પ્રતિ માસ ૬૦,૦૦૦  ફિક્સ વેતન ચૂકવવામાં આવશે.

આ ભરતી પ્રક્રિયા માટે અરજદારની ઉંમર જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખે ૫૦ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. લાયકાત, શરતો અને નિયત અરજીપત્રકનો નમૂનો કલેક્ટર કચેરી-મોરબીની સત્તાવાર વેબસાઈટ https://morbi.gujarat.gov.in તથા https://morbi.nic.in પરથી ડાઉનલોડ કરી શકાશે. રૂબરૂ મુલાકાત અને અનુભવના આધારે પસંદગી પામેલા ઉમેદવારોએ ભાષા સજ્જતા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સંપૂર્ણ વિગતો સાથે ભરેલી અરજી અને શૈક્ષણિક તેમજ અનુભવના પ્રમાણિત દસ્તાવેજો સાથે પોતાનું સીલબંધ કવર તા. ૦૪/૦૭/૨૦૨૬ ના રોજ સાંજના ૦૬:૦૦ કલાક સુધીમાં કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી - ૩૬૩૬૪૧ની રજીસ્ટ્રી શાખામાં રૂબરૂ અથવા આર.પી.એ.ડી.થી મોકલી આપવાનું રહેશે. અને નિયત સમયમર્યાદા બાદ મળેલી કે અધૂરી વિગતોવાળી અરજીઓ રદ ગણવામાં આવશે. તેમજ ઇન્ટરવ્યૂ માટે પસંદ થયેલા ઉમેદવારોએ નિયત સમયે સ્વખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે, તેમ મોરબીના નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.






Latest News