મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી


SHARE







મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનમાં સરકાર સાથે વાટાઘાટ કરવા માટે થઈને હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ તૈયારી દર્શાવી છે અને તેઓ ખેડૂતોની વળતર માટેની માંગણી સાથે ખેડૂતોની કમિટી નક્કી કરે તે ખેડૂતોને સાથે લઈને ગાંધીનગર જશે અને એક જ બેઠકમાં ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાય તે માટેના પ્રયાસ કરશે અને જો ખેડૂતોનો પ્રશ્ન નહીં ઉકેલાય તો તેઓ પણ આગામી સમયમાં જેતપર ગામે ચાલતા આંદોલનની છાવણીની અંદર ખેડૂતોની સાથે બેસી જશે અને ખેડૂતોના હક માટે લડશે તેવી તૈયારી દર્શાવી છે.

મોરબીના જેતપર ગામે ખાનગી કંપનીના વીજપોલ અને વીજ વાયરના વળતર માટે છેલ્લા સાત દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે દરમ્યાન સાતમા દિવસે હાસ્ય કલાકાર હકાભા ગઢવી ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ કહ્યું હતું કે ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાતો હોય તો હું ખેડૂતોની સાથે ગાંધીનગર તેઓની માંગણીઓનું લીસ્ટ લઈને જવા માટે તૈયાર છું અને કમિટી નક્કી કરે તે પાંચ ખેડુતો તેઓની સાથે જશે. અને ખેડૂતોની હાજરીમાં તેઓની માંગણી માટે ચર્ચા કરવામાં આવશે અને એક જ બેઠકમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલાય તેના માટે તેઓ મધ્યસ્થી કરવા માટે તૈયાર છે જોકે, ખેડૂતોના પ્રશ્નોને લઈને અત્યાર સુધીમાં સરકાર તરફથી પણ બે થી ત્રણ વખત મંત્રણા કરવા માટે થઈને આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ ખેડૂતોએ જે માંગણી લખીને આપી છે તે ઉકેલવા માટેની હજુ સુધી તેઓને લેખિત ખાતરી આપવામાં આવી નથી જોકે ખેડૂતો સાથે તેઓ જ્યારે ગાંધીનગર જાય ત્યારે એક જ બેઠકમાં તે લોકોનો પ્રશ્ન ઉકેલાય તેના માટેના તેઓ પ્રયાસ કરશે અને જો ખેડૂતોનો પ્રશ્ન ન ઉકેલાય તો ગાંધીનગર થી પાછા આવ્યા બાદ તેઓ પણ ઉપવાસી છાવણી ખાતે ખેડૂતોની સાથે બેસી જશે અને ખેડૂતોનો પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી તેઓની સાથે રહેશે તેવી તૈયારી હકાભા ગઢવીએ આપી છે






Latest News