મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં


SHARE







મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં 
 મોરબીના બગથળા અને માણેકવાડા ગામની વચ્ચે ખેતર નજીક દવા પી જતા સાવન પી. પટેલ (27) રહે. રવાપર રોડ મોરબીને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તાલુકા પોલીસ મથકના ગીરીશભાઈ મારૂણીયાએ તપાસ કરી હતી. જેમાં ખુલ્યુ હતું કે સાવર ટાઈલ્સ માર્કેટીંગનું કામ કરતો હોય અને ધંધો બરાબર ચાલતો ન હોય ટેન્સનમાં આવી જઈને તેણે ઉપરોકત પગલુ ભરી લીધુ હતું. !

વૃધ્ધ સારવારમાં
 ટંકારાના ઓટાળા ગામે ગોકુલ સિમેન્ટ ફેકટરીમાં કામ દરમ્યાન ઈજા થતા ગોરધનભાઈ મેઘજીભાઈ વસાવા (60) નામના વૃધ્ધને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે લખતર તાલુકાના કારેલા ગામે રહેતા ધર્મિષ્ઠાબેન મહેશભાઈ રૂપાભાઈ ધાકડીયા (15)એ કોઈ કારણસર કપાસમાં છાંટવાની દવા પી લેતા સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી.

મારામારીમાં ઈજા
 હળવદના રાતાભેર ગામે રહેતા જયદીપ નવઘણભાઈ કેરવાડીયા (16) નામના યુવાનને રાતાભેર ગામે રાતના એકાદ વાગ્યે લોખંડના સળક્ષયા વડેની મારામારીમાં ઈજા થતા સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો. જયારે હળવદના સાપકડી ગામે રહેતા બળદેવભાઈ ધારાભાઈ વિઠલાપરા (36) નામના યુવાનને ઈજા થતા અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

દવા પી જતા સારવારમાં
 થાનગઢ તાલુકાના સારોડી ગામના રહેવાસી અર્ચનાબેન હરગોવિંદભાઈ નારણદાસ રામવત નામની પરણીતા કોઈ કારણોસર ખળ બાળવાની દવા પી ગયા હતા. જેથી તેણીને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે શનાળા પાસેના લાયન્સનગરમાં રહેતા અજય મંગાભાઈ ભરવાડ (40)ને ભકિતનગર ઓવરબ્રીજ નીચે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.

 કચ્છ ભચાઉના તોરણીયા ગામની રાધીકાબેન શામજીભાઈ કોળી નામની 18 વર્ષની યુવતી કોઈ કારણોસર દવા પી જતા સિવીલે સારવાર માટે લાવવામાં આવી હતી. જયારે મહેન્દ્રનગર ગામના ઘનશ્યામ વાલજીભાઈ બોપલીયા (38) નામનો યુવાન પણ કોઈ કારણસર ઝેરી દવા પી જતા તેને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો






Latest News