મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે તળાવમાં મૃત્યુ પામેલા માછલીઓનો મનપા દ્વારા નિકાલ કરાયો


SHARE







મોરબીના શનાળા ગામે તળાવમાં મૃત્યુ પામેલા માછલીઓનો મનપા દ્વારા નિકાલ કરાયો

મોરબીના શનાળા ગામે તળાવમાં માછલીઓના મૃત્યુ થયા હતા જેની જાણ થતાં SWM શાખાની ટીમે ત્યાં જઈને મૃત માછલીઓનો નિકાલ કર્યો હતો અને સ્વચ્છતા માટેની કાર્યવાહી કરી હતી તેમજ શહેરના જુદાજુદા વિસ્તારમાં આવેલા નાળાઓની સફાઈ પણ કરવામાં આવી હતી.

મોરબી મહાપાલિકાની (SWM) શાખા દ્વારા વર્ષ 2026 દરમિયાન શહેરની સ્વચ્છતા, જાહેર આરોગ્ય અને ઘન કચરા વ્યવસ્થાપન ક્ષેત્રે ઉલ્લેખનીય અને પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ SSI ને SWM Rules-2026 અંતર્ગત સરદારબાગ ખાતે વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતા નિયમો, કચરા વ્યવસ્થાપન પદ્ધતિઓ તથા કામગીરીના ધોરણો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને શનાળા ગામ પાસે આવેલ તળાવમાં રહસ્યમય રીતે માછલીઓના મૃત્યુ થયા હતા જેથી SWM શાખાએ તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરીને મૃત માછલીઓનું નિરાકરણ કરી માછલાંના મૃતદેહને ઉપાડવામાં આવ્યા હતા. તેમજ શહેરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન અંતર્ગત નરસંગ ટેકરી મંદિરથી રવાપર ચોકડી સુધી વ્યાપક અને સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત SWM શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાળાઓની નિયમિત સફાઈ કામગીરી પણ કરવામાં આવી હતી. જેમાં ગુરુદત્તાત્રેય મંદિર સામે આવેલ નાળું, શ્રીકુંજ વિસ્તારનું નાળું તથા શિવાલય પ્લાઝા વિસ્તારના નાળાની સઘન સફાઈનો સમાવેશ થાય છે.






Latest News