મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના વીડી જાંબુડીયા નજીકથી 1.950 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.22 લાખનો મુદામાલ કબ્જે


SHARE







વાંકાનેરના વીડી જાંબુડીયા નજીકથી 1.950 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.22 લાખનો મુદામાલ કબ્જે

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલ શખ્સને પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી 1 કિલો 950 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે ગાંજો તથા વાહન મળીને 1.22 લાખથી વધુની કિંમત નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીને પકડીને તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વીડી જાંબુડીયા ગામ પાસેથી બાઈક નંબર જીજે 36 એ એન 1746 લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હતો અને તે શખ્સને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી 1 કિલો 950 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 97,500 ની કિંમતનો ગાંજાનો જથ્થો તથા 25,000 ની કિંમતમાં વાહન આમ પોલ મળીને 1,22,500 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપી દેવરાજભાઈ મનજીભાઈ ચૌહાણ (43) રહે. ચરાડવા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News