મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના: મોરબીમાં 23.33 કરોડના ખર્ચે બનેલ બેલા-ભરતનગર  રોડથી સિરામિક ઉદ્યોગને મળ્યો વેગ


SHARE





મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના: મોરબીમાં 23.33 કરોડના ખર્ચે બનેલ બેલા-ભરતનગર  રોડથી સિરામિક ઉદ્યોગને મળ્યો વેગ

ગુજરાત સરકાર હંમેશા છેવાડાના ગામડાઓને આધુનિક માળખાકીય સુવિધાઓથી સજ્જ કરવા અને પ્રજાની સુખાકારીમાં વધારો કરવા માટે કટિબદ્ધ રહી છે. શહેરોની સાથે ગ્રામીણ ક્ષેત્રોના આર્થિક અને સામાજિક ઉત્કર્ષમાં પાકા અને સક્ષમ રસ્તાઓ પાયાની ભૂમિકા ભજવે છે. રાજ્ય સરકારના આ જ પ્રજાભિમુખ અને હકારાત્મક અભિગમ હેઠળ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ (વર્ષ ૨૦૨૪-૨૫) અંતર્ગત મોરબી જિલ્લામાં ગ્રામ્ય જનજીવનને સરળ બનાવવા અને સ્થાનિક ઉદ્યોગોને નવી ઉર્જા આપવા  મોરબીના બેલા-ભરતનગર રોડનું વિકાસકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

મોરબી તાલુકાના વ્યસ્ત અને આર્થિક રીતે ધમધમતા બેલા થી ભરતનગર રોડ કિમી ૦/૦૦ થી ૭/૧૦૦ના સ્ટ્રેન્ધનીંગ અને ઈમ્પ્રુવમેન્ટ (મજબૂતીકરણ અને સુધારણા)નું કામ રૂપિયા ૨૩૩૩.૭૦ લાખના માતબર ખર્ચે સાકાર થયું છે. વહીવટી તંત્રની કાર્યક્ષમતાના પરિણામે આ પ્રોજેક્ટની કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં જ સંપન્ન કરી જન સુખાકારીમાં વધારો કરવામાં આવ્યો છે. આ નવા બનેલા આધુનિક માર્ગ પર વાહનચાલકોની સલામતીને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી છે. સમગ્ર રોડ પર યોગ્ય સાઈનબોર્ડ, વ્યવસ્થિત ડિવાઈડર તેમજ રાત્રિના સમયે દ્રશ્યતા વધારતા આધુનિક રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા છે, જેના કારણે જન-સામાન્યની મુસાફરી તદ્દન સુરક્ષિત બની છે. આ પ્રોજેક્ટના સાકાર થવાથી મોરબી તાલુકાના અને આસપાસના નાગરિકો તેમજ દૈનિક ધોરણે અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોના કિંમતી સમયની બચત થશે અને વાહનવ્યવહાર એકદમ સરળ અને ઝડપી બની છે.

સિરામિક ઉદ્યોગના વિકાસને મળ્યો વેગ

આ રસ્તાના મજબૂતીકરણથી મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગને પણ મોટો ફાયદો થયો છે. સિરામિક ફેક્ટરીઓ માટે જરૂરી કાચો માલ સમયસર લાવવા અને અહીં તૈયાર થયેલો કિંમતી માલ-સામાન પોર્ટ (બંદરો) કે અન્ય રાષ્ટ્રીય બજારો સુધી સમયસર પહોંચાડવા માટે ટ્રકો તથા કન્ટેનરોની આ રોડ પર અવરજવર હવે વધુ ઝડપી, સલામત અને સુવિધાજનક બની છે. ટ્રાફિકની સમસ્યા હળવી થતાં પરિવહન ક્ષમતામાં સુધારો થયો છે. આ મુખ્ય માર્ગ પર શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન  ‘ખોખરા હનુમાન મંદિરઆવેલું છે. આ રસ્તાના નવીનીકરણના કારણે મંદિરે દર્શનાર્થે આવતા હજારો યાત્રાળુઓ અને વડીલોની સુવિધામાં પણ વધારો થયો છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના હકારાત્મક અભિગમથી આ માર્ગનું કાયાકલ્પ થતાં લોકોને સુવિધાસભર સુગમ પરિવહનની ભેટ મળી છે.




Latest News