મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

માળિયાના મોટી બરાર ગામ પાસે ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 4 ને ઇજા: ગુનો નોંધાયો


SHARE







માળિયાના મોટી બરાર ગામ પાસે ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 4 ને ઇજા: ગુનો નોંધાયો

કચ્છ જિલ્લાના આદિપુરથી કાર લઈને યુવાન પોતાના પરિવારના સભ્યોને દ્વારકા દર્શન કરવા માટે થઈને લઈને જઈ રહ્યો હતો દરમિયાન માળિયાના મોટી બરાર ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનની સાળીને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જ્યારે યુવાન અને તેની પત્ની, દીકરી અને દાદીને ઇજાઓ થઈ હોવાના કારણે તે ચારે ઇજાગ્રસ્તને સારવાર માટે લઈને આવ્યા હતા અને હાલમાં ઇજા પામેલા યુવાનના ભાઈએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ગાંધીધામ તાલુકાના અર્બુદાનગર અંતરજાળ ખાતે રહેતા કૂશાલભાઈ ધર્મેન્દ્રભાઈ વાઘમશી (23એ ટ્રક નંબર જીજે 12 બીવી 3074 ના ચાલક સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીએ બેફિકરાયથી તેનો ટ્રક ચલાવ્યો હતો અને ફરિયાદીના ભાઈ પ્રિન્સ ધર્મેન્દ્રભાઈ વાઘમશી પોતાની બલેનો કાર નંબર જીજે 39 0765 લઈને દ્વારકા દર્શન કરવા માટે જઈ રહ્યા હતા.ત્યારે માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામ પાસે પાણીના ટાંકા નજીક ટ્રક ચાલકે તેનો ટ્રક ફરિયાદીના ભાઈની કાર સાથે અથડાવ્યો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં ફરિયાદીના ભાઈને હાથે તથા પગે, ફરિયાદીના ભાભીને ચહેરાના ભાગે, દાદીને માથામાં તેમજ ફરિયાદીની ભત્રીજીને શરીરે સામાન્ય ઇજા થઈ હતી જો કે, ફરિયાદીના ભાઈની સાળી એકતાબેન અરવિંદભાઈ કાતરીયાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ ચારેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ હાલમાં ઇજા પામેલા યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. #morbi






Latest News