મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા નીકળેલા 8 વર્ષના બાળકનું અપહરણ


SHARE





મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા નીકળેલા 8 વર્ષના બાળકનું અપહરણ

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે રહેતી મહિલાએ તેના આઠ વર્ષના બાળકને શાકભાજી લેવા માટે તેને મોકલ્યો હતો અને ત્યારબાદ તે ઘરે પરત નહીં આવતા બાળકનું અપહરણ થયું હોવા અંગેની હાલમાં બાળકની બહેને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બાળકને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીમાં માળિયા ફાટક ચોકડી પાસે કાંતિનગરમાં રમેશભાઈની ઓરડીમાં રહેતા ડોલીબેન રવિભાઈ જાટવ (18)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓનો આઠ વર્ષનો ભાઈ સત્યા તેઓની સાથે રહે છે અને તેને ગત તા. 8/6 ના સાંજના 4:30 વાગ્યાના અરસામાં ઘરેથી શાકભાજી લેવા માટે થઈને મોકલ્યો હતો ત્યારબાદ તે ઘરે પરત નહીં આવતા ક્યાંક જતો રહ્યો છે અથવા તો કોઈએ તેનો અપહરણ કર્યું છે જેથી અપ્રહુત બાળકની બહેને હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધીને ગુમ થયેલા બાળકને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે.

બાળકીને માર માર્યો

મોરબીમાં પડાપુલની નીચેના ભાગમાં રહેતી માનસીબેન રાજુભાઈ (13) નામની બાળકીને કોઈ અજાણ્યા શખ્સે મોરબીના જુના બસ સ્ટેશન પાસે માર માર્યો હતો જેથી તેને ઈજા થઈ હોય બાળકીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરી હતી

ઝેરી દવા પીધી

થાન તાલુકાના મંડાસર ગામના રહેવાસી કલ્પેશ ગીધાભાઈ ડાભી નામના વ્યક્તિએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News