હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

ટંકારાના મેઘપર ઝાલા ગામે તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE







ટંકારાના મેઘપર ઝાલા ગામે તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો

ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીની જમીન માપણીનો પ્રશ્ને હતો અને આ વિવાદમાં કાકા અને ભત્રીજાની હત્યા કરવામાં આવેલ છે જેથી નાના એવા ગામ અને ટંકારા તાલુકામાં ચકચાર મચી ગઇ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે બે શખ્સોની સામે ગુનો  નોંધીને આગળની કાર્યવાહી કરી છે.

ટંકારના મેઘપર ઝાલા ગામે રહેતા દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા (48)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા રહે. બંને મેઘપર ઝાલા વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓની વાડીની બાજુમાં મહેન્દ્રસિંહ શિવુભા ઝાલાની વાડી આવેલ છે અને તેઓની વાડીએ જમીન માપણી કરવા માટે કર્મચારીઓ આવ્યા હતા અને માપણી પૂરી કરવામાં આવ્યા બાદ બંને આરોપીઓને સ્થળ ઉપર બોલાવેલ હતા ત્યારે તેઓ હથિયાર સાથે ત્યાં આવ્યા હતા અને જમીન માપણી બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને આ ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું અને ફરિયાદીના ભાઈ જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા (40) અને તેના દીકરા હર્ષવર્ધનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા (22)ને બંને આરોપીઓએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિ દીધા હતા જેથી ફરિયાદીના ભાઈ અને દીકરાનું મોત નીપજયું હતું ત્યાર બાદ બંનેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મેઘપર ઝાલા ગામે ડબલ મર્ડરની ઘટનામાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાલમાં ટંકારા પોલીસ દ્વારા ગામમાં બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને આ બનાવની જાણ થતાં રાજકીય અને સામાજિક આગેવાનો ગઇકાલે હોસ્પિટલે દોડી આવ્યા હતા. અને ટંકારાના નાના એવા મેઘપર ઝાલા ગામે ડબલ મર્ડર કરવામાં આવતા ચકચાર મચી ગયેલ છે અને વધુમાં મળતી માહિતી મુજબ મૃતક જયપાલસિંહ ઝાલા હાલમાં ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ હતા અને તેઓની તથા તેના ભત્રીજાની છરીના ઘા ઝીકિને તેઓની જ વાડીએ હત્યા કરવામાં આવેલ છે.






Latest News