હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા


SHARE







ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા

ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીની જમીન માપણીનો પ્રશ્ને હતો અને આ વિવાદમાં કાકા અને ભત્રીજાની હત્યા કરવામાં આવેલ છે જેથી નાના એવા ગા અને ટંકારા તાલુકામાં ચકચાર મચી ગઇ છે અને આ બનાવની જાણ થતા ટંકારા તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બંને મૃતક વ્યક્તિઓના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે મૃતક વ્યક્તિઓના પરિવારજનની ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીએ જમીન માપણી બાબતે ઝઘડો થયો હતો અને આ ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું અને ત્યાર બાદ થયેલ માથાકૂટમાં જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા (40) અને તેના ભત્રીજા હર્ષવર્ધનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા (21)ને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા જેથી કરીને બંનેની મોત નીપજયું હતું અને જમીન માપણીનો વિવાદ બેવડી હત્યામાં પલટાયો હતો. ત્યાર બાદ બંનેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા

મેઘપર ઝાલા ગામે ડબલ મર્ડરની જાણ થતાં ટંકારા પોલીસે ઘટના સ્થળે પહોચી હતી અને ગામમાં બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો હતો. અને આ બનાવની જાણ થતાં ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે રાજકીય અને સામાજિક આગેવાનો દોડી આવ્યા હતા. અને ટંકારા તાલુકાનાં નાના એવા મેઘપર ઝાલા ગામે કાકા અને ભત્રીજાનિ નિર્મમ હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગયેલ છે. અને આ બનાવ સંદર્ભે પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.

વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક જયપાલસિંહ ઝાલા ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ છે અને તેઓની વાડીની જમીનની માપણી કરવા માટે થઈને આવ્યા હતા ત્યારબાદ જમીનની માપણીનું કામ પૂરું કરીને ખુટા મારવામાં આવ્યા હતા જેથી કરીને જયપાલસિંહે પાડોશમાં ખેતર ધરાવતા ખેડૂતને ફોન કરીને સ્થળ ઉપર બોલાવ્યા હતા ત્યારે પાડોશમાં ખેતર ધરાવતા બે સગા ભાઈ ત્યાં આવ્યા હતા અને તેઓ હથિયાર સાથે જ સ્થળ ઉપર આવેલ હતા અને જયપાલસિંહ અને તેના ભત્રીજાની સાથે બોલાચાલી ઝઘડો કરીને તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. જેથી જયપાલસિંહ અને તેના ભત્રીજાનું મોત નીપજ્યું છે






Latest News