મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત


SHARE





મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત

મોરબી મહાપાલિકામાં આવતા મહેન્દ્રનગર ગામે છેલ્લા 15 દિવસ જેટલા સમયથી લોકોને પીવાના પાણીનું વિતરણ બંધ છે જેથી કરીને સ્થાનિક લોકો હેરાન છે અને લોકોમાં મહાપાલિકાની કામગીરી સામે ભારે રોષની લાગણી છે. દરમ્યાન કોંગ્રેસના સ્થાનિક નેતા દ્વારા મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને પાણીની સપ્લાઈ નિયમિત કરવા માટેની માંગ કરવામાં આવેલ છે.

હાલમાં મહેન્દ્રનગર ગામે રહેતા કોંગ્રેસના સ્થાનિક નેતા મુકેશભાઈ ગામીએ મહાપાલિકાના કમિશનરને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ઉનાળામાં લોકોને પાણીની વધુ જરૂર રહેતી હોય છે પરંતુ મહેન્દ્રનગર ગામે છેલ્લા લગભગ 15 દિવસથી પાણી પુરવઠો બંધ રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને પીવાના તેમજ ઘર વપરાશ માટે લોકોને વેચાતું પાણી લઈને તેનો ઉપયોગ કરવો પડે છે. જેથી લોકોને આર્થિક નુકશાન થાય છે તેમજ મહિલાઓ, વૃદ્ધો સહિતના લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. અને લોકોમાં મહાપાલિકાની કામગીરી સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જેથી મહેન્દ્રનગરમાં પાણી બંધ રહેવાનું કારણ શોધીને તાત્કાલિક ધોરણે લોકોને પાણી મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News