મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

રાજકોટના વૃદ્ધે બીમારીથી કંટાળીને વાંકાનેરમાં કૌટુંબિક ભાઈના ઘરે ઝેરી દવા પી લેતા સારવારમાં મોત


SHARE







રાજકોટના વૃદ્ધે બીમારીથી કંટાળીને વાંકાનેરમાં કૌટુંબિક ભાઈના ઘરે ઝેરી દવા પી લેતા સારવારમાં મોત

વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં રહેતા કૌટુંબિક ભાઈના ઘરે આવેલા રાજકોટના વૃદ્ધે પોતાની માનસિક બીમારીથી કંટાળી જઈને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે વાંકનેર અને બાદમાં રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજયું હતું જે બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

રાજકોટમાં આવેલ રેલનગરમાં છત્રપતિ શિવાજી ટાઉનશીપ ખાતે રહેતા ચમનભાઈ શીવાભાઈ પરમાર (60) નામના વૃદ્ધ વાંકાનેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ ગોડાઉન રોડ ખાતે રહેતા તેના કૌટુંબિક ભાઈ જનકભાઈના ઘરે આવ્યા હતા અને ત્યાં તેઓએ પોતાની માનસિક બીમારીથી કંટાળી જઈને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે વાંકાનેર અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બાળકીની ઇજા

મોરબીના લાલપર ગામ નજીક સિરામિક કારખાનામાં રહેતા પરિવારની હેમલતા દુર્ગેશભાઈ ચૌહાણ નામની એક વર્ષની બાળકીને ટ્રેક્ટર પાછું લેતા સમયે અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા જેથી તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા ચિરાગભાઈ રતિલાલભાઈ સાગઠીયા (22) નામના યુવાનને સ્મશાન નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News