ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વસ્તી ગણતરી માટે મોટા બ્લોકનું વિભાજન કરી નવા ગણતરીદારની નિમણુંક કરવાની માંગ


SHARE







મોરબીમાં વસ્તી ગણતરી માટે મોટા બ્લોકનું વિભાજન કરી નવા ગણતરીદારની નિમણુંક કરવાની માંગ

હાલમાં વસ્તી ગણતરી માર્ગદર્શિકા મુજબ એક ગણતરીદારને 200 થી 250 ઘર અને 700 થી 800 ની વસ્તી જ ફાળવવાના હોય છે પણ મોરબીમાં ગણતરીદારોને ખૂબ મોટો વિસ્તાર 600 ઘરો, 700 ઘરો ફાળવી દીધાં છે જેના કારણે વસ્તી ગણતરીનું કાર્ય અવરોધ રૂપ બન્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.

મોરબી શહેરી વિસ્તારમાં રવાપર રોડ ક્રિષ્ના સ્કૂલની આજુબાજુ 562 જેટલા મકાનો બોરીયાપાટી લીલાપર કેનાલ વિસ્તાર, એસપી રોડના છેડાના ભાગથી મચ્છુ નદી સુધી લગભગ 1100 વિઘાનો એરિયા, ત્રાજપરનો વિસ્તાર, જવાહર ભડિયાદ વગેરે અનેક શહેરી વિસ્તારમાં બ્લોક વિભાજન માટેની અનેક અરજીઓ ગણતરીદારો તરફથી આવી રહી છે,વસ્તી ગણતરી જ્યાં સુધી આવા મોટા બ્લોકનું વિભાજન ન થાય ત્યાં સુધી જે તે ગણતરીદારને કામગીરી ક્યાંથી શરૂ કરવી ? નઝરી નકશો કેવી રીતે બનાવવો ? HLO હાઉસ લિસ્ટિંગ ઓપરેશન પોર્ટલમાં જે તે ગણતરીદારને ફાળવેલ બ્લોકમાં કેટલા જન ગણના ઘર છે એની સંખ્યા લખવાની હોય છે ત્યારબાદ જ પોર્ટલ પર આગળ કામ થઈ શકે છે તો ગણતરીદાર મુંઝાણા છે કે શું કરવું? વગેરે મુશ્કેલીઓ હોય ગ્રામ્ય વિસ્તારમાં મોટા બ્લોકનું વિભાજન કરી 72 જેટલા નવા બ્લોક બનાવી નવા ગણતરીદાર ફાળવ્યા હોય શહેરી વિસ્તારોમાં સત્વરે મોટા બ્લોકનું વિભાજન કરી નવા ગણતરીદારની નિમણુંક કરવાની માંગ ઉઠી છે.






Latest News