ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના સાપકડા, જેતપર અને રાસંગપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતો અને પોલીસે આમને સામને


SHARE







મોરબી જિલ્લાના સાપકડા, જેતપર અને રાસંગપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતો અને પોલીસે આમને સામને

મોરબી જિલ્લાના સાપકડા, જેતપર અને રસંગપર ગામે હાલમાં ખાનગી વીજ કંપનીના પોલ ઉભા કરવા માટેની કામગીરી કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા કરવામાં આવી રહી છે જોકે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું નથી અથવા તો ઓછું આપવામાં આવે છે જેથી કરીને ખેડૂતો દ્વારા આ કામનો વિરોધ કરવામાં આવે છે અને પહેલા પૂરું વળતર આપવામાં આવે ત્યાર પછી કામ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જો કે, કંપનીના માણસો દ્વારા પોલીસનો બંદોબસ્ત લઈને કામ ચાલુ કરાવવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે જેથી કરીને ખેડૂતોમાં ભારે રોષની લાગણી છે અને જુદાજુદા ગામે ખેડૂતો અને પોલીસ આમને સામને આવી જાય તેવો ઘાટ સર્જાય છે. જો કે, જ્યાં સુધી પૂરું વળતર ન ચૂકવવામાં આવે ત્યાં સુધી ખેડૂતો ખેતરમાં પોલ ઉભા કરવા દેશે નહીં તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

મોરબી જિલ્લાના માળીયા, હળવદ, મોરબી, ટંકારા વાકાનેર તાલુકા વિસ્તારોમાંથી ખાનગી વીજ કંપનીની લાઈનો પસાર થઈ રહી છે અને તેના વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી જુદાજુદા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહી છે. જો કે, મોટાભાગની જગ્યાએ ખેડૂતોને પૂરું વળતર આપવામાં આવ્યું નથી અથવા તો વળતર આપવામાં જ આવ્યું નથી. અને કામ કરવામાં આવી રહ્યું છે ખેડૂતો દ્વારા કામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે દરમ્યાન હળવદના સાપકડા ગામની વાત કરીએ તો સાપકડા ગામમાં જુદા જુદા ખેડૂતોના ખેતરની અંદર એક કે બે નહીં પરંતુ 18 જેટલા ખાનગી વિવિધ વીજ કંપનીના વીજપોલ ઊભા કરવાના થાય છે અને વીજ કંપની દ્વારા એસ્ટીમેટમ તૈયાર કરીને ખેડૂતોને કેટલું વળતર મળશે તેની અગાઉ લેખિતમાં ખેડુતોને જાણ કરી હતી તે મુજબની રકમ આપવાના બદલે માત્ર 5 લાખ જેવુ વળતર આપે છે જો કે, ખેડૂતોને કંપનીએ લેખિતમાં આવ્યું હતું તે મુજબ 30 લાખથી વધુ પ્રત્યેક ખેડૂતને વળતર આપવાનું થાય છે પરંતુ તેટલું વળતર ચૂકવવામાં આવતું નથી જેથી ત્યાં ખેડૂતો કામ અટકાવી રહ્યા છે અને કંપનીના માણસો પોલીસને આગળ કરીને કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી કરીને ખેડૂત અને પોલીસે આમને સામને આવી જાય છે.

મોરબી અને માળિયા તાલુકાની વાત કરીએ તો મોરબીના જેતપર ગામે વળતરને લઈને ખેડૂતોએ વીજલાઈન અને પોલ ઊભા કરવાની કામગીરીનો વિરોધ કર્યો હતો અને ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા કે, જો કલેકટરના ઓર્ડર અને ડીએલવીસીએ નક્કી કરેલા ભાવ મુજબ કામ કરવામાં આવે અને વળતર આપવામાં આવે તો ખેડૂતોને મોટું નુકશાન થાય છે જેથી ખેડૂતોને યોગ્ય વળતર ના મળે ત્યાં સુધી ખેતરમાં અમો કામગીરી કરવા દેવાના નથી તેવી ચીમકી ઉચ્ચારી હતી આવી જ રીતે માળિયાના રાસંગપર ગામે ખેડૂતોએ ખાનગી વીજ કંપનીના કામને રોકાવ્યું છે અને વીજ કંપની દ્વારા કલેકટરના હુકમનો ભંગ કરીને કામ કરવામાં આવે છે તેવો આક્ષેપો કર્યો હતો. અને હાલમાં બળજબરીથી ખેડૂતના આખા ખેતરમાં તાણીયા નાખી દેવામાં આવેલ છે જે કામગીરી રોકવામાં નહીં આવે તો 24 કલાકમાં ખેતરમાંથી તાણીયા કાઢી નાખીશું તેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચ્ચારી છે






Latest News