વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના માળીયા ફાટકે અકસ્માત સર્જીને એકનું મોત નીપજવનાર ટ્રકચાલક સામે નોંધાયો ગુનો


SHARE







મોરબીના માળીયા ફાટકે અકસ્માત સર્જીને એકનું મોત નીપજવનાર ટ્રકચાલક સામે નોંધાયો ગુનો

 મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે સર્વિસ રોડ પાસે ઉતારવાની જગ્યાએ અકસ્માત સર્જાયો છે જેમાં કોલસા ભરેલો ટ્રક જુદીજુદી બે રિક્ષા ઉપર પલટી મારી ગયું હતું જેથી કરીને રીક્ષા દબાઈ જતા તેમાં બેઠેલા એક રિક્ષા ચાલકનું સ્થળ ઉપર જ મોત નીપજયું છે જો કે, અન્ય રિક્ષા ચાલક સહિત ત્રણ લોકોને ઇજા થતાં તેને સારવારમાં ખસેડાયેલ હતા આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના દીકરાની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ગઇકાલે સવારે મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે કોલસો ભરેલ ટ્રક નંબર જી જે ૧૨ એટી ૮૫૦૪ પસાર થતો હતો ત્યારે તે ટ્રકને રોડની પારી ઉપર તેના ડ્રાઇવરે ચડાવી દીધો હતો જેથી કરીને તે ટ્રક પલટી મારી ગયો હતો ત્યારે બે ઓટો રીક્ષા નંબર જી જે ૧૩ એ વી ૨૯૭૨ અને જી જે ૩૬ યુ ૫૭૫૮ ટ્રકની નીચે દબાઈ ગઈ હતી જેથી કરીને મૂળ સુરેન્દ્રનગરના ખેરવા ગામના અને હાલમાં મોરબીના સામાકાંઠે આવેલ કાંતિનગરમાં રહેતા રીક્ષા ચાલક સુલતાનશાહ રમજુશા દીવાન (ઉ.૪૧તેની રિક્ષા જી જે ૧૩ એ વી ૨૯૭૨ માં હતા અને દબાઈ જવાથી તેનું મોત નીપજયું હતું અને અન્ય રિક્ષા જી જે ૩૬ યુ ૫૭૫૮ ના ચાલક હિતેશ શાંતિલાલ રાવળદેવ (૩૦) રહે, વાંકાનેર તેમજ તેમાં બેઠેલા મુસાફર ચંદનસિંહ સુનારસિંગ (૨૦) અને નવીનસિંહ કરિયાસિંગ (૨૧) રહે, બંને ઓડિશા વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા હાલમાં મૃતક યુવાનના દીકરા નાસિરસા સુલતાનશાહ દીવાનએ ટ્રક નંબર જી જે ૧૨ એટી ૮૫૦૪ ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ




Latest News