સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી


SHARE





મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી

મોરબીના જાગૃત નાગરીક તેમજ અન્ન અને નાગરીક પુરવઠાના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ મોરબી જીલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરી જાહેરનામુ બહાર પાડવા માંગ કરેલ છે.

રજૂઆતમાં જણાવ્યું છેકે મોરબી જીલ્લા નીચે મોરબી, માળીયા, ટંકારા, વાંકાનેર, હળવદ પાંચ તાલુકા આવેલ છે.જે પાંચ તાલુકામાં ધણા દુકાનદારોએ રાજીનામા આપેલ છે.જે હાલમાં ચર્ચામાં ચાલે છે.તેનો ચાર્જ આજુબાજુના ગામના દુકાનદારોને આપેલ છે.જેથી પ્રજાને ધણી જ તકલીફ પડે છે. અને પોતાનું પ્રાઈવેટ અથવા ભાડે વાહન કરીને ત્યાં જવુ પડે છે.ત્યા લેવા જાય ત્યારે ધણી વખત સરવરનો પ્રોબલેમ હોય છે.અથવા સમયસર દુકાનદારને માલ પણ મળેલો હોતો નથી.જેથી ગરીબ પ્રજાને હેરાન થવું પડે છે અને ખુલી બજારમાંથી મોંધા ભાવનુ અનાજ ખરીદવુ પડે છે.સરકાર કરોડો રૂપિયા જરૂરીયાતમંદ પ્રજા પાછળ ખર્ચ કરે છે.જે પણ એળે જાય છે અને પ્રજા હેરાન થાય છે.આવી તમામ દુકાનોના જાહેરનામા બહાર પાડવા જરૂરી છે.જેથી પ્રજાને ધકકા ન થાય અને કોઈપણ એક પરિવારને નવી દુકાન મળે તો તેની રોજીરોટી પણ ચાલુ થઈ જાય તેમ છે.આ બાબતે અગાઉ છ મહીના પહેલા ટંકારા તાલુકાના વીરવાવ ગામની અરજી પણ મોકલેલ જેનું કોઈ પરિણામ આવેલ નથી.તેથી આ બાબતે જીલ્લા પુરવઠા અધિકારી અંગત રસ લઈને પ્રજાને પડતી મુશ્કેલી દુર કરવા તાત્કાલીક જાહેરનામુ બહાર પાડે તેવી માંગ અરજદાર પી.પી.જોષીએ કરેલી છે.




Latest News