ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી શહેર-વાંકનેરના મકતાનપરમાં દારૂની જુદીજુદી બે રેડ: 182 બોટલ દારૂ ઝડપાયો, આરોપીઓની શોધખોળ


SHARE







મોરબી શહેર-વાંકનેરના મકતાનપરમાં દારૂની જુદીજુદી બે રેડ: 182 બોટલ દારૂ ઝડપાયો, આરોપીઓની શોધખોળ

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવતા ત્યાંથી 72 બોટલ દારૂ મળી આવ્યો હતો જ્યારે વાંકાનેર તાલુકાના મકતાનપર ગામ નજીક વાડામાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની 110 બોટલ મળી આવી હતી જેથી પોલીસે બંને જગ્યાએથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને બંને રેડ દરમિયાન સ્થળ ઉપર આરોપી હાજર મળી આવેલ ન હતા જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

મોરબીના કાલિક પ્લોટ શેરી નં. 2 માં રહેતા ઈમ્તિયાઝ ઉર્ફે બાલો કુરેશીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની 72 બોટલો મળી આવતા પોલીસે 9000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોય હાલમાં આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે બાલો હુસેનભાઇ કુરેશી રહે. કાલીકા પ્લોટ શેરી નં.2 મોરબી વાળા સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

વાંકાનેર તાલુકાના મતાનપરથી વરડુસર જવાના કાચા રસ્તા ઉપર આવેલ વિજયભાઈ ગમારાના માલઢોર બાંધવાના વાડામાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 110 બોટલો મળી આવી હતી જેથી 22 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં વિજયભાઈ મશરૂભાઈ ગમારા રહે. મક્તાનપર તાલુકો વાંકાનેર વાળા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.






Latest News