વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદમાં મામાદેવના મંદિરમાંથી ચાંદીના 15 છતરની ચોરી


SHARE







હળવદમાં મામાદેવના મંદિરમાંથી ચાંદીના 15 છતરની ચોરી

હળવદના લક્ષ્મીનારાયણ ચોકમાં આવેલ મામાદેવના મંદિરને નિશાન બનાવીને ચોરી કરવામાં આવેલ છે અને ત્યાં મંદિરમાંથી ચાંદીના નાના પંદર જેટલા છતરની ચોરી કરાઇ છે જેથી હાલમાં આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નામ જો ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા તાલુકાના નાના દહીસરા ગામે થોડા સમય પહેલા માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ચોરની ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ દરમ્યાન જુદા જુદા મંદિરોમાંથી ચોરી કરી હોવાની કબુલાત ચોર દ્વારા આપવામાં આવી હતી ત્યારબાદ હવે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સતિષભાઈ નંદલાલભાઈ ગોહેલ (49)એ કિશન સુરેશભાઈ જાની રહે. બોની પાર્ક શેરી નં.7 રવાપર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. 8/5 ના રાત્રીના આઠથી બીજા દિવસે સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે હળવદમાં લક્ષ્મીનારાયણ ચોક પાસે આવેલ મામાદેવના ખુલ્લા મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ત્યાં મામાદેવના મંદિરમાં રાખવામાં આવેલા ચાંદીના નાના 15 જેટલા છતર જેનો 200 ગ્રામ જેટલો વજન થાય છે અને 40 હજાર રૂપિયાની કિંમત થાય છે તે ચાંદીના છતરની ચોરી કરી હતી જેથી હાલમાં આ બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News