વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત


SHARE







મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત

 

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા અને મૂળ ભાવનગરના મહિલા વહેલી સવારે બીજા માળની છત ઉપરથી નીચે પડી ગયા હતા.જેને લઈને ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજેલ છે.

મૂળ ભાવનગરના અને હાલ છેલ્લા કેટલાક સમયથી મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ પ્રકૃતિ સોસાયટી નજીકના મીલી પાર્ક વિસ્તારમાં રહેતા દિવ્યાબેન હર્ષિતભાઈ વ્યાસ નામના ૫૬ વર્ષીય આધેડ મહિલા આજે તા.૩૦ ના સવારે તેઓના ઘરે બીજા માળની છત ઉપરથી નીચે પડી ગયા હોય ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું.બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચૌહાણ દ્વારા પહોંચીને તપાસ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે મૃતક દિવ્યાબેન વ્યાસને છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીની દવા ચાલુ હોય અને તેઓની માનસિક સ્થિતિ બરોબર ન હોય દરમ્યાનમાં આજે સવારે તેઓના ઘરે બીજા માળે છત ઉપરથી નીચે પડી ગયા હતા અને ગંભીર ઇજાઓ થતા તેમનું મોત થયુ હતું.બનાવને પગલે તેમના ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવતા પોલીસને જાણ કરાવામાં આવી હતી.
ઈલેક્ટ્રીક શોટ લાગતા સારવારમાં

મોરબીના જેલ ચોકની સામેના વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ પરમાર નામના સતાવન વર્ષના આધેડ મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલા સીરામીક કારખાના ખાતે કામકાજ કરતા હતા તે દરમિયાન ઈલેક્ટ્રીક શોટ લાગતા તેમને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના ઢુવા ગામ પાસે સળિયા વડે માર મારવામાં આવતા ભગવતીબેન ગેડાભાઈ રાવત (૨૧) રહે.ઘુંટુ ને ઇજા થયેલ હોય અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લાવવામાં આવ્યા હતા.તેમજ વાંકાનેરના રાતાવિરડા ગામે ઘરે પતિ દ્વારા માર મારવામાં આવતા રેખાબેન વનરાજભાઈ નામના ૨૮ વર્ષના મહિલાને પણ ઇજા પામેલી હાલતમાં અહિંની સિવિલે સારવાર માટે લવાયા હતા તેમ પોલીસ દ્રારા જણાવવામાં આવેલ છે.

બાળક સારવારમાં

વાંકાનેરના વઘાસીયા ગામે સુર્યા ઓઇલ મીલ નજીક રહેતા અને મજૂરી કામ કરતા પરિવારનો મનીષ મુકેશભાઈ ડામોર નામનો બે વર્ષનો બાળક રમતા રમતા એસીડ પી જતાં તેને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે વાંકાનેર તાલુકાના ચાડધ્રા ગામે થયેલ મારામારીમાં ત્યાં રહેતા જબીરભાઈ સાદુરભાઈ બેહોનીયા નામના ૪૭ વર્ષના યુવાનને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારાના વાઘગઢ ગામે સાપ કરડી જતા હસમુખભાઈ પરસોતમભાઈ બારૈયા નામના ૫૯ વર્ષના આધેડને અહીંની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.તેમજ માળિયા મીંયાણાના કાજરડા ગામે રહેતા અયુબ ઉમરભાઈ કાજડીયા નામના ૩૫ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતા અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો




Latest News