સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

હળવદ પ્રખંડમાં ઉમા સંકુલ ખાતે પરિષદ શિક્ષા વર્ગનો શુભારંભ


SHARE





હળવદ પ્રખંડમાં ઉમા સંકુલ ખાતે પરિષદ શિક્ષા વર્ગનો શુભારંભ

અધિક જેઠ સુદ છઠ્ઠથી અધિક જેઠ પુનમ સુધીનો વિશ્વ હિંદુ પરિષદ- કર્ણાવતી ક્ષેત્ર દ્વારા પરિષદ શિક્ષા વર્ગનો શુભારંભ સૌરાષ્ટ્ર પ્રાંતના મોરબી જિલ્લાના હળવદ પ્રખંડમાં ઉમા સંકુલ ખાતે શરૂ થયેલ છે. અને ઉદ્ધાટન સત્રમાં હળવદના સંત પ્રભુચરણ દાસજી મહારાજ, વિહીપના અખિલ ભારતીય ધર્મ પ્રસાર સહ પ્રમુખ આનંદજી ગોયલ, વિહીપના કર્ણાવતી ક્ષેત્રીય સહ પાલક અશોકજી રાવલ, કર્ણાવતી ક્ષેત્ર મંત્રી અશ્વિનભાઈ પટેલ, કર્ણાવતી ક્ષેત્ર સંગઠન મંત્રી શ્રીરંગ રાજેજી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સહ પ્રચારક ચિંતનભાઈ ઉપાધ્યાય હાજર રહ્યા હતા અને ઉદ્ઘાટન સત્રનું બૌદ્ધિક આનંદજી ગોયલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અભ્યાસ વર્ગમાં કર્ણાવતી ક્ષેત્ર એટલે કે વિશ્વ હિંદુ પરિષદ ના ત્રણેય પ્રાંત (સૌરાષ્ટ્ર પ્રાંત, ઉતર ગુજરાત પ્રાંત તથા દક્ષિણ ગુજરાત પ્રાંત) ના કાર્યકર્તા જોડાયા છે. વર્ગના પ્રમુખ તરીકે મુકેશભાઈ ગોર અને પાલક તરીકે ભાવેશભાઈ ઠક્કર માર્ગદર્શન કરી રહ્યાં છે.




Latest News