મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના કોયબામાં શહિદ જવાન વનરાજસિંહ ઝાલાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા શહીદ યાત્રા યોજાઇ


SHARE







હળવદના કોયબામાં શહિદ જવાન વનરાજસિંહ ઝાલાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા શહીદ યાત્રા યોજાઇ

૧૯૭૧ ના ભારત પાકિસ્તાનના યુધ્ધમાં શહીદ થયેલા હળવદ તાલુકાના કોયબા ગામના શાહિદ જવાન વનરાજસિંહ હાલુભા ઝાલાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે હળવદ તાલુકાનાં કોયબા ગામમાં શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત પ્રદેશ અને સમસ્ત કોયબા ગામ દ્વારા ૧૯૭૧ ના ભારત પાકિસ્તાનના યુધ્ધમાં શહીદ થયેલા વનરાજસિંહ ઝાલાની શહાદતના ૫૦ વર્ષ પૂર્ણ થતા કોયબા ગામે શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા રાજ્યના મંત્રી કિર્તીસિંહ વાઘેલા, હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયા, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે સહિતના આગેવાનો તેમજ નિવૃત આર્મીમેનો હાજર રહ્યા હતા અને આ યાત્રા સમગ્ર ગામમાં ફરી હતી અને શહીદ વનરાજસિંહને આર્મીના ઓફિસરો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, શહીદ વનરાજસિંહ ઝાલા ગામમાં આજની તારીખે પણ સુરાપુરા તરીકે પૂજાય છે અને ત્યના લોકો તેમની માનતા માને છે અને લોકોના ધાર્યા કામો પણ થાય છે




Latest News