મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં 10 વર્ષ પહેલા છોકરી બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખીને બે યુવાન ઉપર પાંચ શખ્સોનો છરી-પાઇપ વડે હુમલો


SHARE







વાંકાનેરમાં 10 વર્ષ પહેલા છોકરી બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખીને બે યુવાન ઉપર પાંચ શખ્સોનો છરી-પાઇપ વડે હુમલો

વાંકાનેરમાં 10 વર્ષ પહેલાં છોકરી બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાન ઉપર પાંચ શખ્સો દ્વારા પાઇપ અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને હાથે, પગે તથા શરીરે માર મારીને ઈજા કરી હતી તેમજ હાથના અંગૂઠામાં છરી મારીને ઇજા કરવામાં આવી હતી. અને તેની સાથે રહેલા વ્યક્તિને પણ છરી અને પાઇપથી માર માર્યો હતો જેથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ ઇજા પામેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના આંબેડકરનગર શેરી નં. 4 માં રહેતા રાજેશભાઈ કેશુભાઈ પરમાર (41)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કરભાઈ રમેશભાઈ સારેસા, સાહિલ મનુભાઈ વાઘેલા, ચિરાગભાઈ મૂળજીભાઈ બોસિયા, અજયભાઈ વાઘજીભાઈ સુમેસરા, સિદ્ધાર્થ ઉર્કે કાનો નરેશભાઈ સારેસા રહે. બધા આંબેડકરનગર વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે 10  વર્ષ પહેલા આરોપી કરનભાઈ સારેસા સાથે છોકરી બાબતે ફરિયાદીને માથાકૂટ થયેલ હતી અને તે બાબતનો ખાર રાખીને કરભાઈ અને સાહિલે લોખંડના પાઇપ વડે ફરિયાદી ઉપર હુમલો કરીને જમણા હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ બંને પગમાં પણ માર મારીને ઇજા કરી હતી જ્યારે ચિરાગભાઈએ છરી વડે હુમલો કરીને ફરિયાદીને ડાબા હાથના અંગૂઠામાં ઈજા કરી હતી અને સાહેમોહિતને ડાબા હાથની કોણી પાસે છરી મારીને ઇજા કરી હતી જયારે અજયભાઈ અને સિદ્ધાર્થે ફરિયાદી તથા સાહેને લોખંડના પાઇપ વડે માર મારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News