સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

અનોખો વિરોધ: પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો ન હોય મેલોડી ચોકલેટનું મોરબીમાં કોંગ્રેસ દ્વારા કરાયુ વિતરણ


SHARE





અનોખો વિરોધ: પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો ન હોય મેલોડી ચોકલેટનું મોરબીમાં કોંગ્રેસ દ્વારા કરાયુ વિતરણ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને મોંઘવારી વધી રહી છે ત્યારે આજે મોરબીમાં જિલ્લા મહિલા કોંગ્રેસ તથા યુથ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને મોરબીના ગાંધી ચોક પાસે આવેલ પેટ્રોલ પંપ ખાતે રેકડીમાં ડબલા મૂકીને ડીઝલ લેવા માટે કોંગ્રેસના આગેવાનો ગયા હતા ત્યારે ત્યાં ડીઝલ ન હોવાનું પંપ ઉપર હાજર રહેલા તેના કર્મચારીઓએ જણાવ્યું હતું જેથી કરીને કોંગ્રેસના આગેવાનો દ્વારા ત્યાં પેટ્રોલ પંપ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓ સહિતના લોકોને મેલોડી ચોકલેટનું વિતરણ કરીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધની પરિસ્થિતિના કારણે દેશની અંદર આર્થિક સંકટ, ઉર્જા કટોકટી તેમજ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો થશે તેવી શક્યતાઓ છેલ્લા ઘણા સમયથી વ્યક્ત કરવામાં આવે છે અને છેલ્લા દિવસોમાં ચારેક વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાના કારણે સામાન્ય લોકોના જનજીવનને બહુ મોટા પ્રમાણમાં અસર થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેથી આજે મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ તથા મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવના વિરોધમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના ગાંધી ચોક પાસે આવેલ પેટ્રોલ પંપ ખાતે કોંગ્રેસના આગેવાનો ડીઝલ લેવા માટે રેકડીમાં ડબલા મૂકીને પહોંચ્યા હતા અને ત્યારે ત્યાં ડીઝલનો જથ્થો ન હોવાનું પંપ ઉપર હાજર રહેલા કર્મચારીઓ જણાવ્યું હતું જેથી કોંગ્રેસના આગેવાનો દ્વારા પંપના કર્મચારીઓને તેમજ ત્યાં હાજર રહેલા લોકોને મેલોડી ચોકલેટનું વિતરણ કરીને પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તે સહિતના સૂત્રોચાર કર્યા હતા આ તકે મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ દમયંતીબેન નિરંજની, મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ વસીમભાઈ મન્સૂરી, મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, રાજુભાઈ કાવર, મુકેશભાઈ ગામી, રમેશભાઈ રબારી, મિલનભાઈ સોરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા




Latest News