ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ


SHARE











મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ

મોરબીના વોર્ડ નં 2 વીસીપરા વિસ્તારમાં વારંવાર પાણી કાપ મુકવામાં આવે છે જેથી સ્થાનિક લોકોને ભારે હેરાન થવું પડે છે જેથી મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા મહાપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવે છે અને નિયમિત રીતે અને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે અને જો તેઓની માંગણીને ધ્યાને લઈને કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આગમી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મહાપાલિકાના કમિશનરને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના વીસીપરા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પાણી કાપ મૂકવામાં આવેલ છે. જેની સ્થાનિક લોકો દ્વારા તેઓને ફરીયાદ કરવામાં આવી રહી છે. અને લોકોને કહેવા મુજબ જે પાણીની સપ્લાઇ કરવામાં આવે છે તેમાં પૂરા પ્રેસરથી પાણી આવતું નથી જેથી લોકોને પૂરતું પાણી મળતું નથી અને ખાસ કરીને છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને પાણી મળતું નથી. અને પાણી આવે છે તેનો કોઈ સમય નિશ્ચિત નથી. જેથી ઉનાળાની અસહ્ય ગરમીમાં લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ખાસ કરીને તાજેતરમાં મહાપાલિકાની ચુટણી પૂરી થઇ છે ત્યાર આ વિસ્તાર સાથે ભેદભાવની નીતિ રાખીને પાણી સપ્લાય જાણી જોઈને કરવામાં આવે છે કે કેમ તે અંગેની પણ તપાસ કરીને પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે. અને જો કોંગ્રેસની માંગને ધ્યાને લઈને કામ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News