કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા મોરબીમાંથી ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળતા પરિવારમાં હાશકારો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો


SHARE











મોરબી જિલ્લાના સાપકડા ગામ પાસે ખાનગી વીજ કંપનીના પોલ ઉભા કરવા માટેની કામગીરી હાલમાં કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા કરવામાં આવી રહી છે જોકે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું ન હોવાના કારણે ખેડૂતોમાં ભારે રોષની લાગણી છે અને આજે કોન્ટ્રાક્ટરના માણસો કામ કરવા માટે થઈને ખેતરે આવ્યા હતા ત્યારે તેઓને કામ કરવા દેવામાં આવ્યું ન હતું અને જ્યાં સુધી વળતર ન ચૂકવવામાં આવે ત્યાં સુધી ખેડૂતો ખેતરમાં પોલ ઉભા કરવાનું કામ નહીં કરવા દે તેવી ચિમકી ઉચ્ચારી હતી

મોરબી જિલ્લાના માળીયા, હળવદ, મોરબી, ટંકારા વાકાનેર તાલુકા વિસ્તારોમાંથી ખાનગી વીજ કંપનીની લાઈનો પસાર થઈ રહી છે અને તેના વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી છેલ્લા વર્ષોથી કરવામાં આવી રહી છે દરમિયાન હળવદ તાલુકાના સાપકડા ગામની વાત કરીએ તો સાપકડા ગામમાં જુદા જુદા ખેડૂતોના ખેતરની અંદર એક કે બે નહીં પરંતુ 18 જેટલા ખાનગી વિવિધ વીજ કંપનીના વીજપોલ ઊભા કરવાના થાય છે અને તેના માટે વીજ કંપની દ્વારા એસ્ટીમેટમ તૈયાર કરીને ખેડૂતોને કેટલું વળતર મળશે તેની અગાઉ લેખિતમાં ખેડુતોને જાણ કરવામાં આવી હતી પરંતુ ખેડૂતોને લેખિતમાં જે રકમ વળતર પેટે આપવામાં આવશે તેવુ કહ્યુ હતુ તેટલી રકમ વાસ્તવિક રીતે ચૂકવવામાં આવતી નથી અને અગાઉ જે પત્ર લખીને આપેલા છે તે માટે ટેકનિકલ ભુલ છે અને આટલી રકમ નહીં મળે તેવું હવે ખેડૂતોને કહેવામાં આવે છે જેથી ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

આજે કોન્ટ્રાક્ટરના માણસો સાપકડા ગામે ખેડૂતના ખેતરમાં વીજ કંપનીનો પોલ ઉભો કરવા માટે થઈને કામ કરવા આવ્યા હતા ત્યારે સાપકડા ગામના મહિલાઓ સહિતના ખેડૂતો ખેતરે એકત્રિત થયા હતા અને સાપકડા ગામની સીમ વિસ્તારમાં જે 18 જેટલા વીજ ઊભા કરવાના થાય છે તેના માટે ખેડૂતોને જે વળતર ચૂકવવાનું છે તે વળતર પહેલા ચૂકવવામાં આવે ત્યારબાદ વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવે તેવી લાગણી ખેડૂતોએ વ્યક્ત કરી હતી અને વધુમાં ખેડૂતો મહાદેવસિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે જુદા જુદા ખેડૂતોને ઓછામાં ઓછા 20 લાખથી લઈને વધુમાં વધુ 52 લાખ સુધીનું વળતર આપવા માટે લેખિતમાં આપ્યુ છે પરંતુ હવે અગાઉ આપેલા એસ્ટીમેટની અંદર ટેકનિકલ ભુલ છે તેવી વાત કરીને ખેડૂતોને રૂપિયા આપવાનો નનૈયો કરવામાં આવે છે જેથી ખેડૂતોમાં રોષની લાગણી છે અને આજે ખેડૂતોએ કામ રોકાવ્યું છે

સાપકડાના ખેડૂત વિનેશભાઈ ચાવડા અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના મહેશભાઈ રાજકોટિયાએ કહ્યું હતું કે, જો ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર ખાનગી વીજ કંપનીના કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવશે તો આગામી સમયમાં ઘર્ષણ થાય તેવી શક્યતાઓને પણ નકારી શકાતી નથી જેથી કરીને પહેલા ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે પછી કામ કરવામાં આવે તેવી માંગ કરે છે






Latest News