મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપર ગામે જુગારની રેડમાં 6 શખ્સો 1.09 લાખની રોકડ સાથે પકડાયા, એકની શોધખોળ


SHARE







વાંકાનેરના હસનપર ગામે જુગારની રેડમાં 6 શખ્સો 1.09 લાખની રોકડ સાથે પકડાયા, એકની શોધખોળ

વાંકાનેરના હસનપર ગામે સ્મશાન પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા શખ્સોમાંથી એક શખ્સ નાસી ગયો હતો જો કે, પોલીસે 6 શખ્સોની 1,09,330 રૂપિયાની રોકડ સાથે ધરપકડ કરેલ છે અને તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર નજીક હસનપર ગામના સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વિપુલભાઈ ઠાકરશીભાઈ મીરાણી (47) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર, કાનાભાઈ છેલાભાઈ સરૈયા (38) રહે. હસનપર, રમેશભાઈ ધીરુભાઈ સાટકા (27) રહે. શક્તિપરા હસનપર, સુનિલભાઈ શંકરભાઈ સારલા (25) રહે. નવાપરા વાંકાનેર, હર્ષદભાઈ છગનભાઈ સુસરા (34) રહે. હસનપર વાંકાનેર, સાગર ભુપતભાઈ ધોળકિયા (25) રહે. મિલપ્લોટ વાંકાનેર વાળાને ઝડપી લેવામાં આવેલ છે અને તેની પાસેથી 1,09,330 રૂપિયાની રોકડ કબજે કરવામાં આવી છે અને પોલીસને જોઈને સ્થળ ઉપરથી હકાભાઇ ઉર્ફે સિંધાભાઈ સત્તાભાઈ મુંધવા રહે. હસનપર વાળો નાસી ગયેલ હોય કુલ મળીને 7 શખ્સોની સામે ગુનો નોંધીને નાસી ગયેલા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News