મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના કોટડાનાયણી પાસે દારૂની 3 રેડ: 5250 લિટર આથો-150 લિટર દેશી દારૂ ઝડપાયો


SHARE







વાંકાનેરના કોટડાનાયણી પાસે દારૂની 3 રેડ: 5250 લિટર આથો-150 લિટર દેશી દારૂ ઝડપાયો

વાંકાનેર તાલુકાના કોટડાનાયણી ગામની સીમમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 5250 લિટર આથો અને 150 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે મુદામાલ કબ્જે કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદાજુદા ત્રણ ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર તાલુકાના કોટડાનાયણી ગામની સીમમાં ડેમી નદીના કાંઠે જાહેરમાં જુદીજુદી બે જગ્યાએ દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે એક સ્થળેથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2250 લિટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 56,250 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં આરોપી હાજર ન હોય હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઈ જગદીશભાઈ સોલંકી રહે. કોટડાનાયણી વાળા સામે ગુનો નોંધાયો છે જયારે બીજી જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 3,000 લિટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 75 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં હંસાબેન દિનેશભાઈ સોલંકી રહે. કોટડાનાયણી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે આ ઉપરાંત વાંકાનેરના કોટડાનાયણી ગામની સીમમાં ડેમી નદીના કાંઠે ચતુર ભુવાની વાડીની બાજુમાં જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 150 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 30 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ભુપતભાઈ દેવકણભાઈ સોલંકી (23) રહે. કોટડાનાયાણી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News