સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાં દુકાનમાંથી 53 હજારથી વધુની તમાકુના ડબ્બાની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ


SHARE





ટંકારામાં દુકાનમાંથી 53 હજારથી વધુની તમાકુના ડબ્બાની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ

ટંકારામાં પનારા ચેમ્બરમાં શ્રીરામ સેલ્સ એજન્સી નામની દુકાનના તાળા તોડીને તમાકુના કાર્ટુનની ચોરી કરવામાં આવી હતી જેથી 53,920 ની કિંમતની તમાકુની ચોરી થઈ હતી જેથી દુકાનદારે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે બે આરોપીને પકડીને ચોરી કરેલ તમાકુનો જથ્થો તેમજ કાર અને બે મોબાઈલ સહોત કુલ મળીને 363920 નો મુદામાલ કબ્જે કર્યો છે અને એક આરોપીને પકડવાનો બાકી છે તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

ટંકારાની દયાનંદનગર સોસાયટી શેરી નં.1 માં રહેતા હિતેશભાઈ રમેશભાઈ ભટાસણા (40)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્વિફ્ટ કારમાં આવેલા અજાણ્યા ચોર સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ગત તા. 17/ના વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં અજાણ્યો શખ્સ સ્વિફ્ટ ગાડી લઈને ટંકારામાં આવેલ પનારા ચેમ્બર દુકાન નં. 14 ખાતે આવેલ ફરીયાદીની શ્રી રામ સેલ્સ એજન્સી નામની દુકાન પાસે આવ્યો હતો અને ત્યાં દુકાનના શટરના તાળા તોડીને દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી બાગબાન તમાકુના કાર્ટુન જેમાં 16 નંગ ડબા તમાકુના હતા તેની કિંમત 53,920 થાય છે તેની ચોરી કરવામાં આવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં આરોપી રવિ ભીખાભાઈ ચાઉ (23) રહે. હુડકો ચોકડી રણુજા મંદિર પાસે રાજકોટ તથા રૂપેશ ચંદ્રકાંતભાઈ સંચાણિયા (29) રહે. કોઠારીયા મેન રોડ ગણેશ નગર રાજકોટ વાળાની ધરપકડ કરે છે તેની પાસેથી ચોરી કરેલ તમાકુના 16 ડબ્બા જેની કિંમત 53,920, ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી નંબર જીજે 6 કેપી 3229 તથા બે મોબાઈલ ફોન જેની કિંમત 10,000 રૂપિયા આમ કુલ મળીને 3,63,920 ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો છે અને હજુ આ ગુનામાં એક આરોપી સુરેશભાઈ અશોકભાઈ ગડીયા રહે. કોઠારીયા મેન રોડ સોમનાથ પાર્ક રાજકોટ વાળાને પકડવાનો બાકી છે તેને પકડવા માટેની તજવી ચાલી રહી છે અને આ કામગીરી ટંકારાના પી.આઈ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News