મોરબીમાં વાલ્મિકી સમાજ દ્વારા 11માં સમૂહ લગ્નોત્સવનું આયોજન મોરબીમાં રવિવારે સમસ્ત સોની મહાજન સમાજ દ્વારા પંચાઉ સમુહ જ્ઞાતિભોજનનું આયોજન હળવદ પ્રખંડમાં ઉમા સંકુલ ખાતે પરિષદ શિક્ષા વર્ગનો શુભારંભ મોરબીમાં એબીવીપી દ્વારા GCAS રજીસ્ટ્રેશન માટે હેલ્પ સેન્ટરનો પ્રારંભ મોરબી મનપાની ફૂડ શાખાએ 50 જગ્યાએ કર્યું ચેકિંગ: 15 વેપારીઓને ફટકારી નોટીસ આતુરતાનો અંત: મોરબી મહાપાલિકાના મેયર-ડેપ્યુટી મેયરનો મંગળવારે ફેંસલો, ચર્ચાસ્પદ નામ ઉપર મોહર લાગશે કે પછી સરપ્રાઇસ !  મોરબીની યુવતી સાથે દુષ્કર્મ આચરીને ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપવાના ગુનામાં પકડાયેલ રાજકોટનો શખ્સ જેલ હવાલે મોરબીના પીપળી ગામેથી યુવતી ગુમ
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના પીએમ પોષણ યોજનાના વિવિધ કેન્દ્રોમાં સંચાલકની ખાલી જગ્યાઓ માટે ૧ જૂન સુધી અરજી કરી શકાશે


SHARE











હળવદ તાલુકાના પીએમ પોષણ યોજનાના વિવિધ કેન્દ્રોમાં સંચાલકની ખાલી જગ્યાઓ માટે ૧ જૂન સુધી અરજી કરી શકાશે

હળવદ તાલુકામાં પી.એમ. પોષણ યોજના (મધ્યાહ્ન ભોજન યોજના) હેઠળના વિવિધ કેન્દ્રોમાં સંચાલક (વ્યવસ્થાપક) ની ખાલી પડેલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા સ્થાનિક ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવી છે. હળવદ મામલતદાર કચેરી દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદી મુજબ, રસ ધરાવતા ઉમેદવારો આગામી તારીખ ૦૧/૦૬/૨૦૨૬ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન (જાહેર રજાઓ સિવાય) પોતાની અરજીઓ સબમિટ કરી શકશે. 

હળવદ તાલુકાના કેન્દ્ર નં. ૮ ચંદ્રગઢ, કેન્દ્ર નં. ૧૦ મંગળપુર, કેન્દ્ર નં. ૧૦૫ - કૃષ્ણનગર (ઘનાળા) અને કેન્દ્ર નં. ૧૧૪ - માધવનગર (ટીકર-રણ) એમ કુલ ૪ પીએમ પોષણ કેન્દ્રો માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે માટે ઉમેદવારની ઉંમર લઘુતમ ૨૦ વર્ષથી ઓછી અને મહત્તમ ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ. તમામ માટે છૂટછાટ સાથેની મહત્તમ વય મર્યાદા ૬૦ વર્ષની રહેશે. આ જગ્યા માટે ઉમેદવાર એસ.એસ.સી. (ધોરણ-૧૦) પાસ હોવા અનિવાર્ય છે. જો સંબંધિત ગામમાં ધોરણ-૧૦ પાસ ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો જ ધોરણ-૭ પાસ ઉમેદવારને છૂટછાટ આપવામાં આવશે. માત્ર જે-તે કેન્દ્રના સ્થાનિક ઉમેદવાર જ અરજી કરવા માટે પાત્ર રહેશે અને કોઈ પણ ઉમેદવાર એક કરતાં વધુ કેન્દ્ર માટે અરજી કરી શકશે નહીં. અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી, પી.એમ. પોષણ શાખા, હળવદખાતેથી રૂબરૂ આવીને નિયત નમૂનાનું ફોર્મ મેળવી લેવાનું રહેશે.અને ભરેલા ફોર્મ સાથે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), માર્કશીટ, સ્થાનિક રહેઠાણનો પુરાવો તથા અન્ય જરૂરી સક્ષમ અધિકારીના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો જોડીને તા. ૦૧/૦૬/૨૦૨૬ ના રોજ કચેરી સમય સુધીમાં પરત જમા કરાવવાનું રહેશે






Latest News