મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને યુવાનની રિક્ષાને કારથી ટક્કર મારીને પાંચ શખ્સોએ ધારિયા-પાઇપ વડે કર્યો હુમલો


SHARE







વાંકાનેરમાં અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને યુવાનની રિક્ષાને કારથી ટક્કર મારીને પાંચ શખ્સોએ ધારિયા-પાઇપ વડે કર્યો હુમલો

વાંકાનેરના શક્તિપરા હસનપરા તરફ જવાના રસ્તા ઉપર આવેલ ઝાંપા પાસેથી યુવાને તેની રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખીને કારમાં આવેલા ત્રણ દ્વારા રીક્ષાને ઠોકર મારીને રીક્ષા રોડ સાઈડમાં નીચે પછાડી દેવામાં આવી હતી ત્યારબાદ યુવાન ઉપર ધારિયા અને પાઇપ વડે હુમલો કરીને તેને માર મારવામાં આવ્યો હતો તથા પાછળથી બે શખ્સો બાઈક લઈને આવ્યા હતા આમ કુલ પાંચ શખ્સો દ્વારા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ઇજા પામેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મૂળ વાંકાનેરના શક્તિપરા હસનપરના રહેવાસી અને હાલમાં રાજકોટમાં ભાવનગર રોડ ઉપર આવેલ ગંજીવાડા વિસ્તારમાં જે.ડી.હોટલ પાસે રહેતા ઈકબાલભાઈ ઉર્ફે અલ્તાફ અબ્દુલભાઈ મુંડે (32)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ હિતેશભાઈ રબારી રહે. મોરબી ગોપાલભાઈ રામજીભાઈ રબારી અને શૈલેષભાઈ રામજીભાઈ રબારી રહે. બંને મકનસર તથા 2 અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગોપાલભાઈ અને શૈલેષભાઈ સાથે ફરિયાદીને અગાઉ ઝઘડો થયેલ હતો અને તેની ફરિયાદ કરી હતી તે બાબતનો ખા રાખીને રાજુભાઈ, ગોપાલભાઈ અને શૈલેષભાઈ કાર લઈને ફરિયાદીની રીક્ષા નંબર જીજે 2 એક્સ એક્સ 6311 ની સામે આવ્યા હતા અને જાણી જોઈને અકસ્માત કરવાના ઇરાદે રીક્ષાને ઠોકર મારી ફરિયાદીની રીક્ષા રોડ નીચે પછાડી દીધી હતી અને રાજુભાઈએ ધારિયા થી હુમલો કરીને ફરિયાદીને જમણા હાથ અને ચહેરા ઉપર માર મારીને ઇજા કરી હતી જ્યારે ગોપાલભાઈ અને શૈલેષભાઈએ પાઇપ વડે ફરિયાદી માર મારીને ગાળો આપી હતી તેમજ બાકીના બે આરોપીઓ ત્યાં બાઇકમાં આવ્યા હતા અને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તેમજ તમામ  આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News