ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂલા પડી ગયેલા વૃદ્ધાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ


SHARE











મોરબીમાં ભૂલા પડી ગયેલા વૃદ્ધાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ

181 અભય મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ હત અને કહ્યું હતું કે, એક અજાણ્યા વૃદ્ધા મળી આવેલ છે જેથી તેમની મદદ માટે તાત્કાલિક 181 ટીમની જરૂર છે જેથી અભયમની ટિમ ત્યાં દોડી ગઇ હતી અને કાઉન્સેલર પટેલ સેજલબેન મહિલા કોન્સ્ટેબલ ખ્યાતીબેન તથા પાયલોટ રબારી વીરમભાઈએ વૃદ્ધને સાંત્વના આપી હતી અને તેની પૂછપરછમાં એવી માહિતી સામે આવી હતી કે, તેઓ ઘર ભૂલી ગયા હતા

જેથી વૃદ્ધા પાસેથી વધુ માહિતી મેળવતા પ્રયાસ કરતાં તેઓ વધુ ઉંમર હોવાના કારણે તેઓ સ્પષ્ટ માહિતી આપી શક્યા ન હતા ત્યારબાદ ટીમ દ્વારા સતત પ્રયત્નો બાદ અંતે તેમના પરિવારનો સંપર્ક થતાં વૃદ્ધ મહિલાને સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપવામાં આવેલ છે ત્યારબાદ તેમના પરિવારનું કાઉન્સલિંગ કર્યું હતું ત્યારે પરિવારજનોએ જણાવ્યુ હતું કે, માજી વારંવાર ભૂલી જતા હોય છે અને ઘરેથી અચાનક નીકળી જાય છે તેઓને પરિવારના લોકો આજુબાજુના વિસ્તારમાં શોધતા હતા. પરંતુ તેઓ મળી આવેલ ન હતા. આમ 181 અભયમની ટીમે વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું.






Latest News