ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

નીટનું પેપર ફૂટવા મુદે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ-યૂથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન


SHARE











નીટનું પેપર ફૂટવા મુદે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ-યૂથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

નીટનું પેપર ફૂટી જવા મુદ્દે આજે મોરબીમાં જિલ્લા કોંગ્રેસ અને યૂથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ડબ્બા વગાડીને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી.

તાજેતરમાં નીટનું પેપર ફૂટી જવાનો બનાવ સામે આવેલ છે અને તેના લીધે લાખો વિદ્યાર્થીઓના સપના રોડાઈ ગયા છે ત્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રાજીનામું મૂકવામાં આવે તેવી માંગ સાથે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ તથા જિલ્લા યૂથ કોંગ્રેસની ટીમ દ્વારા મોરબીના નગર દરવાજા ચોકમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો  દ્વારા તાજેતરમાં જે નીટનું પેપર ફૂટી ગયું હોવાની માહિતી સામે આવી છે તેને લઈને સરકારને જગાડવા માટે ખાલી ડબ્બાને વગાડવામાં આવ્યા હતા. અને આ ગુનામાં પકડાયેલા આરોપીઓને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી

વધુમાં કોંગ્રેસનાં આગેવાનોએ વારંવાર પેપર ફૂટી જવાની જે ઘટનાઓ બની રહી છે તેના લીધે અનેક વિદ્યાર્થીઓના સપના રોડાઈ જાય છે અને પેટે પાટા બાંધીને જે વાલીઓ પોતાના સંતાનોને ભણાવે છે. તેઓના સપના પણ ભાંગીને ભુક્કો થઈ જાય છે જેથી નીટનું પેપર ફૂટી જવાના મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રાજીનામું આપે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે આગામી સમયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખીને કોંગ્રેસ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુકેશભાઇ ગામી, રાજુભાઇ કાવર, મહેશભાઇ રાજકોટિયા, કે.ડી.પડસુંબિયા, દમયંતિબેન નિરંજની, વસીમભાઈ મન્સૂરી, જયભાઈ મેરજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

#morbi #congress






Latest News