ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રણ રેડમાં દારૂની નવ બોટલ ઝડપાઇ, 200 લિટર દારૂ સાથે 3 પકડાયા: માળિયામાંથી 800 લિટર આથો ઝડપાયો


SHARE











મોરબીમાં ત્રણ રેડમાં દારૂની નવ બોટલ ઝડપાઇ, 200 લિટર દારૂ સાથે 3 પકડાયા: માળિયામાંથી 800 લિટર આથો ઝડપાયો

મોરબી શહેરમાં જુદી જુદી ત્રણ જગ્યા ઉપર દારૂની રેડમાં વિદેશી દારૂની નવ બોટલ મળી આવતા પોલીસે દારૂ સાથે આરોપીઓની ધરપકડ કરેલ છે જ્યારે સાપર ગામની સીમમાંથી 200 લીટર દેશી દારૂ જથ્થા સાથે ત્રણ શખ્સોને પકડવામાં આવ્યા છે અને માળિયા મીયાણા શહેરમાં રહેણાંક મકાનની પાછળથી દેશી દારૂના 800 લીટર આથાને કબજે કર્યો છે અને આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

મોરબીના જેલ ચોક પાસેથી પસાર થતી સ્કોર્પિયો ગાડી નંબર જીજે 11 બીઆર 500 ને રોકીને પોલીસે ચેક કરતા ગાડીમાં જઈ રહેલા શખ્સ પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 100 રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા 5 લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 5,00,100 ની કિંમતના મુદ્દામાલ સાથે વિપુલભાઈ ભગવાનજીભાઈ રાજપરા (35) રહે. જોધપર નદી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

4 ચપલા સાથે બે ઝડપાયા, એકની શોધખોળ

મોરબીમાં લાતી પ્લોટ શેરી નં-8 પાસેથી પસાર થઈ રહેલા બે શખ્સોને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની ચાર બોટલ મળી આવી હતી જેથી પોલીસે 400 ની કિંમતની દારૂની બોટલો સાથે આરોપી દર્મિનભાઈ માનસિંગભાઈ આત્રેસા (19) અને સવજીભાઈ રાજુભાઈ ઉપસરિયા (23) રહે. બંને સનાળા રોડ મહેશ હોટલ સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂની બોટલો તેને એજાજ નૂરમામદભાઈ જામ રહે. લાતી પ્લોટ શેરી નં-8 મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

4 ચપલા સાથે બે ઝડપાયા, એકની શોધખોળ
મોરબીના લાતી પ્લોટ શેરી નંબર 2 માં ઓમ શક્તિ કારખાના પાસેથી પસાર થયેલા બે શખ્સોને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની ચાર બોટલ મળી આવી હતી જેથી કરીને 400 ની કિંમતનો દારૂ તથા 20,000 રૂપિયાની કિંમતમાં બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 20,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી વિનોદભાઈ ભગવાનજીભાઈ કંઝારિયા (27) તથા રમેશભાઇ કાંતિભાઈ કંઝારિયા (30) રહે. બંને માંગરની વાડી વાવડી ચોકડી પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પુસ્તક દરમિયાન હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકિયા રહે. મોરબી વાળા પાસેથી દારૂની બોટલ મેળવી હોવાનું સામે આવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને દારૂ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
 

200 લિટર દેશી દારૂ સાથે 3 પકડાયા

મોરબીના જેતપર રોડ ઉપર સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે કારખાના નજીક બાવળની જાળીમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 200 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 40,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી તૈયબ ગુલામામદભાઈ માણેક (35) રહે. કુલીનગર મોરબી, સિકંદર ઉર્ફે સીકલો મુસ્તાકભાઈ કાજેડીયા (21) રહે. માળીયા મીયાણા અને અલ્તાફ અબ્દુલભાઈ મોવર (19) રહે. કુલીનગર મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

800 લિટર આથો ઝડપાયો

માળીયા મીયાણામાં હુસેનશાપીરની દરગાહ સામે રહેતા ફારૂક જેડાના મકાનની પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 800 લિટર આથો મળી આવ્યો હોય પોલીસે 20 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલને કબ્જે કર્યો હતો અને આરોપી ફારુક દિલાવરભાઇ જેડા રહે. હુસેનશાપીરની દરગાહ પાસે માળિયા (મી) વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

#morbi






Latest News