સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ


SHARE





રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

મોરબીમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. અને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આયોજિત આ બેઠકમાં મંત્રીએ જિલ્લાના ખેડૂતો, પર્યાવરણ અને માળખાકીય સુવિધાઓ અંગે ગંભીરતાપૂર્વક સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ખેડૂતોના હિતમાં મહત્વની ચર્ચા કરતા જણાવ્યું હતું કે, ટેકાના ભાવે ઘઉંની ખરીદીની પ્રક્રિયામાં ખેડૂતોને કોઈપણ પ્રકારની સમસ્યા ન નડે તે સુનિશ્ચિત કરવું અનિવાર્ય છે. આ ઉપરાંત જિલ્લામાં થતા ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા અંગે પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓની વર્તમાન સ્થિતિ અને વિકાસકામોની પ્રગતિ અંગે મંત્રીએ જીણવટભરી વિગતો મેળવી હતી.

હાલ ઉનાળામાં જળ સંચયના અભિગમ સાથે મંત્રીએ સૂચના આપી હતી કે, તળાવોની અંદર આવેલા જૂના કુવાઓનું રિસ્ટોરેશન કરવામાં આવે અને જરૂર જણાય ત્યાં નવા કુવા બનાવવાનું સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવે. મોરબીના શહેરીજનોને હરવા-ફરવા માટે શ્રેષ્ઠ સુવિધા મળી રહે તે માટે નમો વનફેઝ-૨ ની કામગીરી સત્વરે આગળ વધારવા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “વહીવટી તંત્રના અધિકારીઓએ પ્રજાની સુખાકારી માટે હકારાત્મક અભિગમ અપનાવી કામગીરી કરવી જોઈએ જેથી સામાન્ય નાગરિકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય.

જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરે આ પ્રસંગે તમામ વિભાગોમાં પારદર્શિતા લાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે, નાગરિકોને પોતાના કામ માટે બિનજરૂરી ધક્કા ન ખાવા પડે તે માટે પોઝિટિવ એપ્રોચ રાખવો અને મહત્તમ પ્રશ્નોનું તાલુકા સંકલન કક્ષાએ જ નિરાકરણ આવી જાય તે રીતે કાર્યપ્રણાલી ગોઠવવી હતી આ બેઠકમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને જીતુભાઈ સોમાણી, એસપી મુકેશ પટેલ, ડીઆરડીએ નિયામક એન.એસ. ગઢવી, ઈનચાર્જ નિવાસી અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. #morbi #cmogujrat




Latest News