ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારથી વધુનો મુદામાલ કબ્જે


SHARE











મોરબી નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારથી વધુનો મુદામાલ કબ્જે

મોરબી નજીક આવેલ વેદેહી ફાર્મ પાસેથી રીક્ષા પસાર થઈ રહી હતી તે રિક્ષાને રોકીને પોલીસે રિક્ષામાં જઈ રહેલા શખ્સોને ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને દારૂ, બે મોબાઈલ અને એક રિક્ષા મળીને 90,640 નો મુદ્દામાલ કબ્જે કરીને હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે અને માલ આપનારનું નામ સામે આવ્યું છે જેથી કરીને તેને પકડવા માટે પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ વેદેહી ફાર્મ પાસેથી પસાર થતી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 3157 ને રોકીને પોલીસે ચેક કરતા રિક્ષામાં જઈ રહેલા બે શખ્સો પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 640 ની કિંમતની દારૂની બોટલ તથા 50,000 રૂપિયાની કિંમતની રીક્ષા અને 40,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 90,640 ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે શાહરૂખ અલ્લારખા શાહમદાર (33) રહે. કુબેર નાથ રોડ ગ્રીન ચોક પાસે મોરબી તથા સબીર ગફારભાઈ મોવર (30) રહે. કાલિકા પ્લોટ સાયન્ટિફિક રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક દરમિયાન દારૂની બોટલ સમીર રફીકભાઈ પલેજા રહે. કાલિકા પ્લોટ શેરી નં. 6 મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોધીને ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News