ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો


SHARE











મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો

મોરબીમાં જેલ રોડ ઉપર આવેલ વણકરવાસ વિસ્તારમાં મંદિર પાસે દારૂ પીને આવેલા શખ્સોને દારૂ પીને મંદિરે આવવાની યુવાને ના પાડી હતી જેથી બે શખ્સોએ યુવાન સાથે બોલાચાલી કરી હતી અને ત્યાર બાદ ટાઇલ્સના ટુકડા વડે છાતીના ભાગે માર માર્યો હતો અને માથામાં તથા વાસાના ભાગે પટા વડે માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાનું ધમકી આપી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને ત્યાં યુવાનને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

મોરબીના જેલ રોડ ઉપર આવેલ વણકરવાસ વિસ્તારમાં રહેતા નરેશભાઈ ઉર્ફે નિલેશભાઈ ધનજીભાઈ મકવાણા (23)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પભી તથા ભરત રહે. બંને વાલ્મીકિવાસ જેલ રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે વણકરવાસમાં હનુમાનજીના મંદિર પાસે તેનું ઘર આવેલું છે અને ત્યાં આરોપીઓ અવારનવાર દારૂ પીધેલી હાલતમાં આવતા હોય ગત તા. 12/5 ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં દારૂ પીધેલી હાલતમાં આરોપીઓ ત્યાં આવ્યા હતા જેથી ફરિયાદી અને તેના મિત્રોએ દારૂ પીને ત્યાં આવવાની આરોપીઓને ના પાડી હતી જેથી પભી અને ભરતે ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને તેને ગાળો આપીને ઝઘડો કર્યો હતો અને પબીએ ટાઇલ્સના ટુકડાનો છૂટો ઘા કરીને છાતીમાં ઇજા કરી હતી તેમજ વાસા અને માથાના ભાગે પટા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાનને સારવારમાં લઈ ગયા હતા ત્યાં તેને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News