ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર બાપા સીતારામ મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત


SHARE











મોરબી-વાંકાનેર હાઇવે ઉપર બાપા સીતારામ મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બાપાસીતારામની મઢુલી નજીકથી આધેડ ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં આધેડને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી આધેડનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

મોરબીના રફાળેશ્વર ગામે આવેલ વેલનાથપરા વિસ્તારમાં રહેતા મનીષભાઈ લાભુભાઈ રૂદાતલા (24)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 10/5 ના રોજ રાત્રે 8:30 વાગ્યાના અરસામાં વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ બાપાસીતારામની મઢુલી પાસેથી તેઓના પિતા લાભુભાઈ રૂદાતલા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને માથામાં તથા શરીરે ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જના વાહન ચાલક પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર પોતાનું વાહન લઇને સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક આધેડના દીકરાને નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

કલેક્ટરમાં જાહેરનામાનો ભંગ

મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની નજીક ઓરબીટ-2 શોપિંગ સેન્ટરમાં આવેલું છે અને ત્યાં સીસો થાય સ્પ માં કામ કરતા કર્મચારીઓની વિગત પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી ન હતી તેમજ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ જાહેરનામા મુજબ રાખવામાં આવતું ન હતું જેથી સ્પાના મેનેજર બ્રરીલલિંગસ્ટોન ગંગાપ્રસાદ રેન્ગ (31) રહે હાલ સીસો થાય સ્પ ટિંબડી પાટિયા મોરબી મૂળ રહે ત્રિપુરા વાળાની સામે જાહેરનામા ભંગનો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે.






Latest News