મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતાનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત


SHARE







માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતાનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના માણાબા ગામના પાટીયા પાસે અચાનક બેભાન થઈ ગયેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજયું છે જ્યારે વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર સિરામિક કારખાનામાં ટ્રક ખાલી કરાવવા માટે તેને ગયેલ ટ્રક ડ્રાઇવરનું હાર્ટ એટેકથી મોત નીપજયું હતું આ બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા મનસુખભાઈ ભીખાભાઈ પરમાર (45) નામનો યુવાન માળિયા તાલુકાના માણાબા ગામના પાટીયા પાસે આવેલ એચપીના પેટ્રોલ પંપ પાસે હતો ત્યારે ત્યાં તે અચાનક બેભાન થઈ ગયો હતો જેથી તે યુવાનને તાત્કાલિક માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જાહેર કર્યું હતું અને આ બનાવની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ બેંજો સિરામિક કારખાનાના ટ્રક પાર્કિંગમાં મૂળ રાજસ્થાનના રહેવાસી ટ્રક ડ્રાઇવર વિજેન્દ્રસિંહ જ્ઞાનસિંહ રાજપુત (32) નામનો યુવાન ટ્રક ખાલી કરવા માટે કારખાનામાં ગયો હતો અને ત્યાં ટ્રક પાર્કિંગમાં કોઈ કારણોસર યુવાનને હાર્ટ એટેક આવી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News