મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો


SHARE







મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો

મોરબી તાલુકાની રોટરીગ્રામ (અમરનગર) પ્રાથમિક શાળાના શિક્ષક અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખશ્રી મણિલાલ વાલજીભાઈ સરડવાનો ભવ્ય વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

મોરબી તાલુકાની રોટરીગ્રામ અમરનગર પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી મણિલાલ વાલજીભાઈ સરડવાનો અનેક મહેમાનોની ઉપસ્થિતિમાં વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. મોરબી જીલ્લામાં શૈક્ષણિક ફલક પર જેમનું અદકેરું નામ છે એવા મણિલાલ સરડવાનો વિદાય સન્માન કાર્યક્રમ અદભુત અને અલૌકિક રહ્યો હતો. ખાસ તેમના વિદાયમાં સન્માન કાર્યક્રમમાં શૈક્ષીક મહાસંઘ મોરબી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના તમામ તાલુકાના ટી.પી.ઈ.ઓ, કે.ની., બી.આર.સી. અને સી.આર.સી.ઓ ઉપસ્થિત રહ્યાં. આ ઉપરાંત મોરબી જિલ્લા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ડો. મનુભાઈ કૈલા, મંત્રી  જયંતીભાઈ વિડજા, ઉમિયા માનવસેવા ટ્રસ્ટના ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા, બાળ વિકાસ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, ગામના સરપંચ, એસ.એમ.સી.ના અધ્યક્ષ સહિતના હાજર રહ્યા હતા.

ઉલેખનીય છે કે, 1986 માં પી.ટી.સી કરીને ભાવનગર જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં મણીભાઈ સરડવાએ પ્રાથમિક શિક્ષક તરીકેની પોતાની સફર શરૂ કરી અને ત્યાર બાદ માળિયાના વાધરવા, ખાનપર, દાદાશ્રીનગર (અ.) પ્રાથમિક, રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળામાં તેઓફરજ બજાવી હતી. તેઓને નિવૃતિ વિદાયમાન સાથે શેષ જીવન દીર્ઘ અને તંદુરસ્ત બની રહે તેવી સહુકોઈએ શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલેખનીય છે કે, તેઓએ અત્યાર સુધીમાં 52 વખત રક્તદાન કર્યું છે. અને અનેકવિધ સેવકીય કામ અને સંસ્થાઓની સાથે જોડાયેલ છે.

આ તકે મણીલાલ વી.સરડવાએ પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે બાળકો તરફથી, સમાજ તરફથી અને મારા સાથી શિક્ષક ભાઈઓ બહેનો તરફથી મને અપાર પ્રેમ અને હુંફ પ્રાપ્ત થયા છે. તેઓની શક્તિ અને ઊર્જા થકી જ હું આજે અહીંયા સુધી પહોંચી શક્યો છું. આવનારા સમયમાં સામાજિક સેવામાં હું મારો સમય અર્પિત કરીશ. સાથે સાથે શૈક્ષણિક ફલક પર જે કોઈને પણ મારી જરૂર પડશે ત્યારે હું તન મન અને ધનથી તેમને સહકાર આપતો રહીશ. અને વિદાય સમારોહ સાથે તેઓએ રોટીરીગ્રામ (અ) પ્રાથમિક શાળાને એક પ્રિન્ટર અને તમામ બાળકોને યુનિફોર્મ અર્પિત કર્યા છે, સાથે સાથે તમામ ગ્રુપ શાળાની શાળાઓને પણ રૂપિયા દસ-દસ હજારની રોકડ સહાય પણ અર્પિત કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન શ્રી ઘુનડા (સ.)પ્રા.શા.ના શિક્ષક શૈલેષ એ. ઝાલરીયાએ કર્યું હતું.




Latest News