મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા


SHARE







મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા

વાંકાનેરના સણોસરા ગામથી 210 નંગ મુરઘાં સુપર કેરી ગાડીમાં ભરીને કચ્છમાં યુવાન જઈ રહ્યો હતો દરમિયાન મોરબીના લાલપર ગામ પાસે કાર ચાલકે તેના વાહનને ટક્કર મારી હતી જેથી સુપર કેરી વાહન બે થી ત્રણ પલટી મારી ગયું હતું આ બનાવમાં યુવાનને બંને પગમાં ટચલી આંગળીમાં ત્રણ-ત્રણ ટાંકા આવ્યા છે અને ગાડીમાં ભરેલા 210 મુરઘાં પૈકી 150 મુરઘાના મોત થયા હતા જેથી આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

વાંકાનેરના સિંધાવદર ગામે રેલવે સ્ટેશનની સામેના ભાગમાં રહેતા વિપુલભાઈ દેવજીભાઈ વીરસોડીયા (40) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 6 ડી 8658 ના ચાલક ગોપાલભાઈ વલ્લભભાઈ સાકરિયા રહે. જનળાકંધેવાડિયા તાલુકો વિંછીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તે પોતાની સુપર કેરી ગાડી નંબર જીજે 36 વી 8429 માં સણોસરા ગામેથી 210 નંગ મુરઘાં ભરીને કચ્છમાં અલગ અલગ જગ્યાએ આપવા માટે જતો હતો ત્યારે મોરબી નજીકના લાલપર ગામ પાસે નેશનલ હાઈવે રોડ ઉપર આરોપી કાર ચાલકે ફરિયાદીના વાહનને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને ફરિયાદીનું વાહન બે થી ત્રણ પલટી મારી ગયું હતું. જે બનાવમાં ફરિયાદીને બંને પગની ટચલી આંગળીમાં ઇજા થતાં 3-3 ટાંકા આવ્યા હતા અને શરીરે પણ ઇજાઓ થઈ હતી આટલું જ નહીં તેના વાહનમાં ભરેલા 210 મુરઘામાંથી 150 જેટલા મુરઘાના મોત થયા હતા જેથી હાલમાં બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.




Latest News