મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ


SHARE







મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ

મોરબીના બરવાળા ગામે શ્રી રાજેન્દ્ર કેળવણી ઉત્તેજક ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી ભગવતી વિદ્યાલયનું ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સતત બીજા વર્ષે 100 ટકા આવ્યું છે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને અને સતત બીજા વર્ષે આ  સફળતા માટે શાળા સંચાલક મંડળના પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટી સભ્યો દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોને અભિનંદન આપવામાં આવ્યા હતા

ઉલેખનીય છે કે, સ્વ. જેરાજભાઈ કરમશીભાઈ શેરશીયા દ્વારા સ્થાપિત આ શાળા છેલ્લા 57 વર્ષથી ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે સેવા આપી રહી છે. અને શાળામાં શૈક્ષણિક સફળતા માટે શાળાના ભુતપૂર્વ વિદ્યાર્થિની કમલાબેન ઠાકરશીભાઈ માકાસણા (હાલ અમેરિકા) દ્વારા અને સહઅભ્યાસ પ્રવૃતિ માટે પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ સારા ઈનામ આપીને વિદ્યાર્થીઓને પ્રત્સાહિત કરવામાં આવે છે.

મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું 100 ટકા પરિણામ

જિલ્લા શ્રેષ્ઠ શાળા એવોર્ડ વિજેતા મોરબીની દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલે સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સમગ્ર બોર્ડનું પરિણામ 92.71 ટકા, મોરબી જિલ્લાનું 96.23 ટકા છે જયારે આ શાળાનું પરિણામ 100 ટકા આવ્યું છે અને શાળાના કુલ વિધાર્થીઓ 111 માંથી 3 ને A1, 21 ને A2 મળેલ છે. આમ "સરકારી શાળાઓ શ્રેષ્ઠ શાળાઓ" ઉક્તિ અહી સાર્થક થાય છે. તેવું શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણીએ જણાવ્યુ છે.






Latest News