મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરમાંથી ચોરી કરેલ સ્કૂટર સાથે રાજકોટનો શખ્સ પકડાયો


SHARE







વાંકાનેરમાંથી ચોરી કરેલ સ્કૂટર સાથે રાજકોટનો શખ્સ પકડાયો

વાંકાનેરમાં આવેલ બંધુ સમાજ દવાખાનાની બાજુમાં રહેતા યુવાનના સ્કૂટરની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને તેને ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેથી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં પોલીસે રાજકોટમાંથી ચોરાઉ સ્કૂટર સાથે રાજકોટના શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેરમાં આવેલ બંધુ સમાજ દવાખાનાની બાજુમાં શ્રીજી નિવાસ બ્લોક નં- 2 ખાતે રહેતા દીપેનભાઈ જગદીશભાઈ બારભાયા (40)એ અજાણ્યા શખ્સ સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ આપી હતી જેમાં જણાવ્યું હતું કે, તેઓએ પોતાના ઘરની બહાર સ્કૂટર નંબર જીજે 3 જેએન 9244 પાર્ક કરીને મૂક્યું હતું જે 30 હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોધીને વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે થઈને તપાસ કરવામાં આવી રહી હતી દરમિયાન ચોરીમાં ગયેલ સ્કૂટર સાથે એક શખ્સ રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં જોવા મળેલ હતો જેથી તેના ઘરે જઈને વાંકાનેર સિટી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેની પાસેથી સ્કૂટરના કાગળ માંગવામાં આવતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને ત્યારબાદ તેણે વાંકાનેરમાં બંધુ સમાજ હોસ્પિટલની બાજુમાંથી સ્કૂટરની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી જેથી પોલીસે ચોરી કરેલ સ્કૂટરને આરોપી પાસેથી કબ્જે લીધું હતું અને આરોપી અલીહુસેન કુરબાનહુસેન લક્ષ્મીધર રહે. કેસ વીલા એપાર્ટમેન્ટની બાજુમાં મકાન નં-3 મોડલ સ્કૂલની આગળ ભગવતી પરા રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News