મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો


SHARE







પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો

દેશના પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં પશ્ચિમ બંગાળ, પોંડીચેરી અને આસામમાં ભાજપનો ભગવો લહેરાયો છે જેથી દેશભરમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના પશ્ચિમ બંગાળ, પોંડીચેરી અને આસામ ઉપરાંત ગુજરાતી ઉમરેઠ બેઠક ઉપર પણ ભાજપનો વિજય થયો છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા તથા મહામંત્રી નિર્મલભાઇ જારીયાની આગેવાની હેઠળ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે ભાજપના ભવ્ય વિજયનો વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો ત્યારે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને જયંતીભાઈ કવાડિયા તેમજ મનપા સહિતની સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ચૂંટાયેલા ભાજપના સભ્યો અને મોરબી જિલ્લા તથા શહેર ભાજપના હોદેદારો અને કાર્યકર્તાઓ સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પશ્ચિમ બંગાળમાં ભાજપ ઉપર અતૂટ વિશ્વાસ મૂકવા બદલ બંગાળના લોકો તથા ત્યાં રાત દિવસ જોયા વગર ભાજપના પ્રચાર પ્રસાર માટે થઈને અને વિજય સુધી પહોંચવા માટે સંઘર્ષ કરનારા તમામ ભાજપના કાર્યકર્તાઓનો મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો. અને આ તકે આતિશબાજી કરીને ભાજપના આગેવાનોએ એક મેકના મો મીઠા કરાવ્યા હતા.




Latest News