મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં માતા સાથે ઝઘડો કરતાં પુત્રને છોડાવવા ગયેલ પાડોશી યુવાનને પેટમાં છરીનો ઘા ઝીકિ દીધો


SHARE













મોરબીમાં માતા સાથે ઝઘડો કરતાં પુત્રને છોડાવવા ગયેલ પાડોશી યુવાનને પેટમાં છરીનો ઘા ઝીકિ દીધો

મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા માતા-પુત્ર વચ્ચે ઝઘડો ચાલુ હતો ત્યારે ત્યાં પાડોશમાં રહેતો યુવાને તે બંનેને છોડાવવા માટે ગયો હતો ત્યારે માતાની સાથે માથાકૂટ કરી રહેલા શખ્સે યુવાનને પેટના ભાગે છરી મારી દીધી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવમાં કુલ બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોઓરડીમાં રહેતા સલીમભાઈ દાઉદભાઈ સમા (48) નામના યુવાનને તે વિસ્તારમાં રહેતા શહેઝાદ ઈકબાલભાઈ નામના સકસે પેટના ભાગે છરી મારી દીધી હતી જેથી ઇજા પામેલા સલિમભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવમાં રજીયાબેન પલેજા (50) નામના મહિલાને પણ ઇજા થઈ હોવાથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે આવ્યા હતા. વધુમાં ઇજાગ્રસ્ત સલીમભાઈના દીકરા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે રજીયાબેન તેઓના ઘરની સામેના ભાગમાં રહે છે અને તેમનો દીકરો શહેઝાદ ઈકબાલભાઈ તેની સાથે માથાકૂટ કરતો હતો જેથી સલીમભાઈ ત્યાં તે બંનેને છોડાવવા માટે થઈને ગયા હતા. દરમ્યાન શહેઝાદે તેના હાથમાં રહેલ છરી સલીમભાઈને પેટના ભાગે મારી દીધી હતી જેથી તેઓને ઈજા થઈ હતી. હાલમાં આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં લેતા લીલાબેન નટુભાઈ સોલંકી (76) નામના વૃદ્ધાને બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News