મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત


SHARE







મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે પાડા પુલ નીચે નટરાજથી ધરમપુર રોડ સુધી રિવરફ્રન્ટ બનાવવા માટે અને સર્કિટ હાઉસથી વિદ્યુતનગર વિસ્તાર સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર અબનાવવા માટે મોરબીના સામાજિક કાર્યકર દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીમાં રહેતા સામાજિક કાર્યકર ચિંતન રાજયગુરુએ મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરના પાડા પુલ નીચેનો વિસ્તાર, ખાસ કરીને નટરાજ પાસે બેઠા પુલથી લઈને ધરમપુર રોડ સુધીનો વિસ્તાર વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ અને સંભાવનાશીલ છે. હાલ મહાનગરપાલિકા દ્વારા આ રોડને આઇકોનિક રોડજાહેર કરવામાં આવ્યો છે અને અરુણોદય સર્કલથી વીશી પારા સુધીનો ઓવરબ્રિજ મંજૂર થયેલ છે.

મોરબીમાં નટરાજ પાસે બેઠા પુલથી શરૂ કરીને ધરમપુર રોડ સુધીનો વિસ્તાર નદી કિનારે આવેલ છે જેથી ત્યાં આધુનિક રિવરફ્રન્ટબની શકે તેમ છે. ખાસ કરીને ત્યાં વોકિંગ અને સાયકલ ટ્રેક, ગાર્ડન અને ગ્રીન ઝોન, પરિવાર માટે સિટિંગ એરિયા, બાળકો માટે પ્લે ઝોન, ફૂડ કોર્ટ અને નાઈટ માર્કેટ, ઓપન જીમ અને યોગા ઝોન, ડેકોરેટિવ લાઈટિંગ અને CCTV સુરક્ષા અને પાર્કિંગ સુવિધા બનાવી શકાય તેમ છે. આ સુવિધા ઊભી કરવામાં આવે તો લોકોનું આકર્ષક વધશે, સ્થાનિક વેપારમાં વધારો થશે, મોરબીને પેરિસ જેવી ઓળખઅપાવામાં સહાય મળશે. 

મોરબીમાં સર્કિટ હાઉસ ખાતે આવેલ વર્ધમાન સોસાયટીથી શરૂ કરીને વિદ્યુત નગરના ઢળિયા સુધીનો વિસ્તાર હાલમાં રહેણાંક દ્રષ્ટિએ પ્રધાનમંત્રી આવાસ યોજના યોગ્ય છે ત્યાં મધ્યમ તથા આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ બનાવવામાં આવે તે જરૂરી છે. અને બંને પ્રોજેક્ટ શહેરના ભવિષ્ય માટે માઈલસ્ટોન બને તેવી શક્યતા છે.






Latest News