મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

વાંકાનેરના વિનયગઢ ગામે રહેતો યુવાન પોતાની વાડી હતો ત્યારે કોઈપણ કારણોસર તેને ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની મૃતક યુવાનના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે રહેતા વજુભાઈ રણછોડભાઈ રાઠોડનો 18 વર્ષનો દીકરો દેવરાજભાઈ વજુભાઈ રાઠોડ પોતે પોતાની વાડીએ હતો ત્યારે ગત તા. 21/4 ના રોજ સવારે 10:00 વાગ્યાના અરસામાં તેણે કોઈપણ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ તેને બોટાદ અને રાજકોટ સુધી સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જો કે, સારવાર કારગત ન નિવડતા રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતા વજુભાઈ રાઠોડ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આધેડ સારવારમાં

માળીયા તાલુકાના જસાપર ગામે રહેતા પાલાભાઈ કાથડભાઇ રબારી (54) નામના આધેડ ઘરે હતા ત્યારે ગાય ભડકતા તેઓને પાડી દીધા હતા અને તેની પીઠ ઉપરથી ગાય ચાલી જતા તેઓને ઇજા થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના સોખડા ગામે રહેતા કરણભાઈ રમેશભાઈ થરેસા (24) નામનો યુવાન મોરબીથી વિરેન્દ્રગઢ તરફ જતો હતો દરમિયાન ત્યાં રસ્તામાં તેના બાઈકની આડે આખલો આવવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ડાબા પગના ઘુટણમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યા તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News